• Gujarati News
  • અંકલેશ્વરમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા નીકળેલી રેલીઓભાજપ દ્વારા નગરપાલિકા વો‌ર્ડ‌ પ્રમાણે સભ

અંકલેશ્વરમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા નીકળેલી રેલીઓભાજપ દ્વારા નગરપાલિકા વો‌ર્ડ‌ પ્રમાણે સભ્યો દ્વારા પ્રચાર કરવામાં આવ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અંકલેશ્વર
અંકલેશ્વર ખાતે લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર અંતિમ તબક્કામાં છે ત્યારે રવિવારના રોજ અંકલેશ્વર ખાતે જેડીયુ અને કોંગ્રેસ પક્ષ દ્વારા તેમજ ભાજપ દ્વારા રેલી યોજવામાં આવી હતી. કોંગ્રેસ મહિ‌લા મોરચા દ્વારા સ્ટેશનથી અને જેડીયુ દ્વારા ગ્રામ્ય તેમજ શહેર વિસ્તારમાં રેલી યોજી હતી. જયારે ભાજપ દ્વારા વો‌ર્ડ‌ નંબર ૭માં રેલી યોજી ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં મતદારો રીઝાવવાની કોશિશ કરી હતી.
એક તરફ ગરમીના કારણે શહેરીજનો માટે રવિવારે હોટ સન્ડે બની ગયો હતો. બીજી તરફ રાજકીય પક્ષ દ્વારા રવિવારની
રજાનો લાભ ઉઠાવતાં મુખ્ય રાજકીય પક્ષો દ્વારા રેલીનો દોર યોજાયો હતો. અંકલેશ્વર કોંગ્રેસ મહિ‌લા સમિતિ દ્વારા સવારે અંકલેશ્વર સ્ટેશન ખાતે આંબેડકર પ્રતિમા પર ફુલહાર કરી રેલીની શરૂઆત કરી હતી. જે શહેરના મુખ્ય માર્ગ પર થઈ ચૌટા બજાર થઈ જવાહર બાગ સરકારી દવાખાના માર્ગે પરત કાર્યાલય ખાતે ફરી હતી. જેડીયુ દ્વારા મોટરસાયકલ રેલી યોજી અંકલેશ્વર શહેર દીવારોડ નવી દીવી નવા દીવા સહિ‌તના વિસ્તારોમાં મતદારોને રીઝવાની કોશિશ કરી હતી. ભાજપ દ્વારા નગરપાલિકા વો‌ર્ડ‌ પ્રમાણે સભ્યો દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. દરેક વો‌ર્ડ‌ના સભ્યો દ્વારા મતદારો સુધી પહોંચવાની અને મતદાન કરવાની અપીલ કરી હતી. તો વોડ નંબર સાતમાં રેલી યોજવામાં આવી હતી. જે નગરના વો‌ર્ડ‌ નંબર સાતમાં ફરી મતદારોને મત માટે અપીલ કરી હતી. આમ લોક સભાની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં છે ત્યારે રવિવારના રોજ અંકલેશ્વર ખાતે વિવિધ રાજકીય પક્ષો દ્વારા નિકળેલી રેલીએ આકર્ષણ જમાવ્યું હતું.