• Gujarati News
  • ભૂમીલીયામાં પાંડુરોગ, રતાંધળાપણું અને કૃમિ નિવારણ કેમ્પ

ભૂમીલીયામાં પાંડુરોગ, રતાંધળાપણું અને કૃમિ નિવારણ કેમ્પ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. રાજપીપળા
નાંદોદ તાલુકાનાં અનુપમ મિશન મોગરા આયોજિત અનુપમ નર્મદા સંજીવની આરોગ્ય અભિયાનામાં પાંડુરોગ, રતાંધળાપણું અને કૃમિ નિવારણનો કેમ્પ યોજાયો હતો. જેનો ૩૦૦ જેટલા દર્દી‍ઓએ લાભ લીધો હતો.
આ કેમ્પમાં સગર્ભા મહિ‌લાઓ, બાળકો, વૃદ્ધો સહિ‌તસામાન્ય તાવ, વાયરલ ફિવર, આંખ, કાન, ગળા સહિ‌ત ચર્મરોગના દર્દી‍ઓને તપાસવામાં આવ્યા હતા.કેમ્પમાં ડો. રાકેશભાઇ, ડો. વિજલબેન, ડો. વનરાજસિંહ, ડો. સૌરભ પટેલ, ડો. સેજલ પટેલ તેમની સેવા આપી હતી.આ મેડિકલ કેમનાં દર્દી‍ઓને તપાસ્યા હતા.
સગર્ભા મહિ‌લાઓને અનાજ પોષ્ટિક આહાર કેમનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
નાંદોદ તાલુકાની પૂર્વ પટ્ટીમાં કુપોષણનો પ્રશ્ન વિકટ હોય
સગર્ભા મહિ‌લાઓને પૌષ્ટિક
આહાર માટેની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.