• Gujarati News
  • ચાવજ નજીક ટ્રેનની ટક્કરે યુવાનનું મોત

ચાવજ નજીક ટ્રેનની ટક્કરે યુવાનનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાવજ નજીક ટ્રેનની ટક્કરે યુવાનનું મોત
ભાસ્કર ન્યૂઝ. ભરૂચ
ભરૂચ તાલુકાના ચાવજ ગામના રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે એક યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મુળ દેડિયાપાડા તાલુકાના આંબાવાડી ગામનો સુખલાલ ખુટિયા વસાવા મજુરી કામ કરી ગુજરાન ચાલવતાં હતો. રાત્રીના ૧૧.૩૦ કલાકના અરસામાં તે ઇન્દોર - પુના એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં તેનું બનાવની જગ્યાએ જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ સંદભે ભરૂચ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામે કાર્યવાહી હાથ ધરી છે.