• Gujarati News
  • દીપડાથી બચવા ત્રણનો કૂવામાં કૂદકોૃચ્ ’

દીપડાથી બચવા ત્રણનો કૂવામાં કૂદકોૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુરેલીયા ગામે દીપડાએ બપોરના સમયે ફરી હુમલો કરતા એકને ઈજા થઈ હતી જયારે ભાગદોડ સર્જા‍તા ત્રણ જણાંએ કુવામાં પડી જતા તેમને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. કુરેલીયા ગામે બપોરના સમયે દીપડાએ જંગલમાંથી આવી ઉભેલા લોકટોળા ઉપર ફરીથી તરાપ મારતા ટોળા વચ્ચે ઉભેલા શીવરાજભાઈ ખાલપાભાઈ પટેલને જમણા હાથના ભાગે ઈજાઓ થતાં તેમને કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે ૧૦૮ દ્વારા લાવવામાં આવ્યા હતા અને ત્યાં ઉભેલા લોકટોળામાં ભાગદોડ સર્જા‍ર્‍તા ઇશ્વરભાઈ રમણભાઈ પટેલ અને સુરેશભાઈ વેલસીંગભાઈ પટેલ તથા જયેશભાઈ ઘીરૂભાઈ કુકણા પટેલ નજીકમાં અવેલા કુવામાં પડી જતા ગ્રામજનો અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ આ ત્રણેને કૂવામાંથી બહાર કાઢયા હતા. આ ત્રણેયને કોઈ પ્રકારની ઈજાઓ થઇ ન હતી.