• Gujarati News
  • અંકલેશ્વર ઇન્ડ. ૃચ્ ’એસો.ની ચૂંટણીમાં ૃચ્ ’૪૨ ફોર્મ ભરાયાં

અંકલેશ્વર ઇન્ડ. ૃચ્/’એસો.ની ચૂંટણીમાં ૃચ્/’૪૨ ફોર્મ ભરાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની વ્યવસ્થાપક કમિટીના ૧૧ સભ્યો માટે યોજાઇ રહેલી ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખે જનરલ કેટેગરી માટે ૩૬ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી તો રીઝર્વ કેટેગરી માટેની ર બેઠક માટે ૬ ઉમેદવારોએ ઉમેદવારો નોંધાવી છે. આવતીકાલે શનિવારે તમામના ફોર્મ ચકાસણી બાદ ફાઇનલ યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.ચૂંટણી માટે ભરાયેલાં ઉમેદવારીપત્રોને આધારે પાંખીયા જંગના એંધાણ જોવા મળી રહ્યા છે. ચૂંટણીમાં સંકલ્પ અને સહયોગ પેનલ વચ્ચે દ્વી પક્ષીય જંગ ખેલાયા છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતા અંકલેશ્વરના ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનની ચૂંટણી આગામી રપ મી એપ્રિલે ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં ઉમેદવારી કરનારા ઉમેદવારોનું અંતિમ લીસ્ટ પ્રસિધ્ધ થતા જ બન્ને પેનલો દ્વારા ચૂંટણી પ્રચારનો વિધિવત પ્રારંભ કરી ડોર ટુ ડોર તથા રાત્રી બેઠક સાથે એઆઇએનો ચૂંટણી જંગ જીતવા ખરાખરીનો જંગ ખેલાશે.