• Gujarati News
  • રાજપીપળામાં ભજનના કાર્યક્રમમાં મારામારી

રાજપીપળામાં ભજનના કાર્યક્રમમાં મારામારી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. રાજપીપળા
રાજપીપળાની રત્નદીપ સોસાયટીમાં ભજનકીર્તન માટે એકત્ર થયેલાં ભકતો અને યજમાન પરિવારના પાડોશી વચ્ચે લઘુશંકાના મુદ્દે મારામારી થતાં થતાં પ્રભુની ભકિતને બદલે નાસભાગના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. બનાવ સંદર્ભમાં રાજપીપળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજપીપળામાં આવેલી રત્નદીપ સોસાયટીમાં રહેતા પ્રેમા વસાવાના ઘરે ગત રાત્રિના ભજન કર્તિ‌નનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભજનમાં સમાજના તથા સ્વજનો મળી અનેક મહેમાનોએ હાજરી આપી હતી. ભજનનો રંગ જામ્યો હતો ત્યારે રાત્રિના ૧૦ કલાકની આસપાસ લઘુશંકા કરવા બહાર નીકળી બાજુમાં રહેતા તારાબેન તથા ભોપરા વસાવાના આંગણામાં મુકેલી ગાડીઓ પાછળ ભજનવાળા મહેમાનો લઘુશંકા કરતા તારાબેન જોઈ ગયાં હતાં.
આ બાબતે તેઓ ભજન જેના ઘરે હતું તે પ્રેમાભાઈ વસાવાને કહેવા જતાં પ્રેમાભાઈ ઉશ્કેરાઈ ગયા હતાં અને સામસામે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. અને પરિસ્થિતિની એટલી વણસી કે ભજન ગાવાનું પડતું મુકી મહેમાનો સહિ‌ત બધા ઝઘડવા લાગ્યા હતાં જેમાં મારામારી પણ થઇ હતી જેમાં ચારથી પાંચ લોકો ઘવાયા હતાં.સમગ્ર મામલો રાજપીપળા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. રાત્રે સાડા બાર વાગ્યે પોલીસ સ્ટેશને ટોળેટોળાં ઉમટી પડયા હતાં. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.