• Gujarati News
  • રાજપીપળામાં હોળી રસિયાની ધૂમ

રાજપીપળામાં હોળી રસિયાની ધૂમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા. હોળી પૂર્વે રાજપીપળાની વૈષ્ણવ મહિ‌લાઓ શ્રીનાથજી મંદિરે ભેગા મળી હોળી રસિયા ઉજવે છે. શ્રીકૃષ્ણની બાળલીલાઓને યાદ કરી ગોપીઓ બની શ્રીકૃષ્ણ ભગવાન સાથે હોળી રમે છે.રાજપીપળાનાં શ્રીનાથજી મંદિર, દરબાર રોડ, બક્ષી ખડકી, મલાવીય ખડકી, લાલભાઇ શેઠનો ખાંચો, સોનીવાડ સહિ‌ત દશાલાડ, દશા ખડાયતાની વાડીઓમાં વૈષ્ણવ મહિ‌લા મંડળો દ્વારા રસિયાનો કાર્યક્રમ યોજાય છે. જેમાં યમુના મંડળ, વિઠ્ઠલ મંડળ અને વલન મંડળના શોભના શાહ, ઇન્દિરા શાહ, અનીલા શાહ સહિ‌ત મહિ‌લાઓ આયોજન કરે છે.