• Gujarati News
  • વાહન ચાલકે ટક્કર મારતા યુવાનનું મોતૃચ્ ’

વાહન ચાલકે ટક્કર મારતા યુવાનનું મોતૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત
વરાછા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ પર એક યુવાન પોતાના ઘર પાસે ૨ માર્ચના બપોરે ત્રણ વાગ્યે રોડ ક્રોસ કરતો હતો.આ સમયે કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઇ નાસી છુટયો હતો.યુવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મંગળવારે સવારે મોત નિપજ્યું હતું.
વરાછા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મુળ બિહારનો વતની રાધે ફુલ્લી મુખિયાવરાછાની ભીખુવસંતની વાડી પાસે રહેતો હતો. ૨ માર્ચના રોજ પોતાની સોસાયટી બહાર આવેલા લંબે હનુમાન રોડ પર રોડ ક્રોસ કરતો હતો. આ સમયે પૂરઝડપે આવી રહેલા કોઇ અજાણ્યા વાહન ચાલક તેને અડફેટે લઇ નાસી છુટયો હતો.અકસ્માત સર્જાતા રાધેને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન નવ દિવસ બાદ તેનું મંગળવારે મોત નિપજ્યું હતું.રાધે માર્કેટીંગનું કામ કરતો હતો.પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.