• Gujarati News
  • સરસાડ ગામના યુવકનું માર્ગ અકસ્માતમાં મોત

સરસાડ ગામના યુવકનું માર્ગ અકસ્માતમાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ઝઘડિયા
ઝઘડિયાના રાજપારડી નજીકના સરસાડ ગામના બે પિતરાઈ ભાઈઓ ભાલોદ તરફ જઈ રહ્યા હતાં તે વેળા રોડની સાઈડમાં ઉભેલા હતા ત્યારે પાછળથી અજાણ્યા મોટરકાર ચાલકે ટક્કર મારી અકસ્માત કરતાં મોટરસાઇકલ પાછળ બેઠેલા યુવકનું સારવાર વેળા મોત નીપજયું હતું. પોલીસ સુત્રો પાસેથીપ્રાપ્ત માહિ‌તી અનુસાર ઝઘડિયા તાલુકાના સરસાડ ગામના ભરત ચીમન વસાવા તથા તેમના પિતરાઈ ભાઈ ગુલશન કાળીયાભાઈ વસાવા સરસાડથી ભાલોદ ગામ તરફ જઈ રહ્યા હતાં. તે સમય દરમિયાન રાજપારડી ઉમલ્લા રોડ પરની સંજાલી ફાટક પાસે તેઓ સાઈડમાં ઉભા હતા ત્યારે કોઈ અજાણ્યા મોટરકાર ચાલકે પાછળથી પૂરઝડપે ધસી આવી સાઈડ ઉપર ઉભેલા ભાઈઓની મોટરસાઇકલને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. અકસ્માતમાં બન્ને પિતરાઈ ભાઈઓ ગંભીર રીતે ઘવાયા હતાં. જેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જયાં ગુલશન ડાહ્યા વસાવાનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.