તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • દેવમોગરા ખાતે ભાતીગળ મેળાનો પ્રારંભશિવરાત્રિમાં શિવની પૂજા થાય છે પણ દેવમોગરાનું વિશ્વનું પ્ર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવમોગરા ખાતે ભાતીગળ મેળાનો પ્રારંભશિવરાત્રિમાં શિવની પૂજા થાય છે પણ દેવમોગરાનું વિશ્વનું પ્રથમ મંદિર જ્યાં શકિત સ્વરૂપ પાંડોરી માતા પૂજાય છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.રાજપીપળા
શિવરાત્રીએ જય જય શિવશંકરના નાદ સાથે વાતાવરણ શિવમય બની ગયું હતું ત્યારે નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે હજારોની સંખ્યામાં ઉમટી પડેલાં આદિવાસી સમાજના લોકોએ શિવ નહિ‌ પરંતુ શકિત સ્વરૂપ પાંડોરી માતાજીની આરાધના કરી હતી. દેવમોગરા ખાતે યોજાતાં શિવરાત્રીના ભાતીગળ મેળાનું આદિવાસી સમાજમાં અદકેરૂ મહત્વ છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ માતાજીના દર્શનનો લ્હાવો લેવા ઉમટી પડયાં હતા.
આદિવાસી સમાજના કુળદેવી પાંડુરી માતાજીના સ્થાનક દેવમોગરા ખાતે ગુરુવારે શિવરાત્રીના અવસરે માનવ મહેરામણ ઉમટી પડયું હતું. ત્રણ રાજયોમાંથી આવેલાં આદિવાસી સમાજના લોકોએ આસ્થા અને શ્રદ્ધાભેર પાંડુરી માતાજીની આરાધના કરી હતી. હજારોની સંખ્યામાં ઉમટી પડેલી શ્રધ્ધાળુઓની ભીડને કાબુમાં લેવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો