તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પ્રોબ્લેમ સારો છે કારણ કે તે હલ મેળવવા માટે મજબૂર કરે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રોબ્લેમ સારો છે કારણ કે તે હલ મેળવવા માટે મજબૂર કરે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્સો-૧: કિરણ મજમૂદાર શો બેંગલૂરુ પોલિટિકલ એકશન કમિટી ((બીપેક))ની ચેરપ‌ર્સન છે. તે ઓટો ડ્રાઇવરો માટે પીસ ઓટો નામની એનજીઓની સાથે ટૂંક સમયમાં એક એકેડમી શરૂ કરવા જઇ રહી છે. તેનો હેતુ એવો છે કે ઓટો સર્વિ‌સને વધુને વધુ શ્રેષ્ઠ કરવામાં આવે. ઓટો ડ્રાઇવરોને અનુશાસિત કરી શકાય. શહેરમાં ઓટો ડ્રાઇવર આ કો‌ર્સ માટે અરજી કરી રહ્યા છે. તેમાં તેઓને અઠવાડિયાના અંતમાં ૧૦ કલાક સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે. કેટલીક ચીજો પર આ ટ્રેનિંગનું ખાસ ફોકસ રહેશે. જેમકે, મુસાફરો સાથે ઓટોડ્રાઇવરનો વ્યવહાર, રસ્તા પર તેમની શિસ્ત, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું. તેઓને ટ્રાફિક તેમજ ટ્રાન્સપો‌ર્ટના એક્સ્પ‌ર્ટ, ટ્રાન્સપો‌ર્ટ ડિપા‌ર્ટમેન્ટના ઓફિસર જેવા મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર અને રોડ ટ્રાન્સપો‌ર્ટ ઓફિશિયલ્સ ટ્રેનિંગ આપશે. આ સિવાય બીપેક અને પીસ ઓટોના એક્ષ્પ‌ર્ટ પણ હશે. આ ટ્રેનિંગનો એક હેતુ એવો છે કે ઓટો ડ્રાઇવરોમાં તેનાં કામ અને વ્યવહાર પ્રત્યે આત્મસન્માનની ભાવના વિકસિત કરી શકાય. તેનાથી તેને તેઓની આવક વધારવામાં મદદ મળશે.
કિસ્સો-૨: અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર રહે છે. લોકોને આમાંથી છુટકારો અપાવવાનું બીડું ઝડપ્યું સેન્ટ્રલ ફોર એન્વાર્યમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી ((સીઈપીટી))ના પાંચ વિદ્યાર્થી‍ તેમણે એક સોફ્ટવેર મિકેનિઝમનો પ્રોટોટાઇપ બનાવ્યો. જેનાથી ઓફિસરોને ટ્રાફિક પર નજર રાખવામાં મદદ મળશે. તેઓ જાણી શકશે કે સમસ્યા ક્યાં અને કેવી છે. તેઓ પરિસ્થિતિ અને આંકડાઓનો ઉપયોગ કરીને તેનું સમાધાન શોધશે. આ વિદ્યાર્થીઓને કામ કરવા માટે આઈઆઈએમ, અમદાવાદના સેન્ટર ફોર ઇનોવેશન ઇનક્યૂબેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ ((સાઇટ))માં જગ્યા આપવામાં આવી છે. તેની કંપનીનું નામ હશે ટ્રાન્સપોઝ. ત્યારબાદ આ સ્ટુડન્ટ્સ આ સ્ટુડન્ટ્સ શહેરની જુદી-જુદી જગ્યાઓ પર વાહનો અને ચાલીને આવનજાવન સંબંધિત આંકડાઓ મેળવશે. આ આંકડાઓથી ઓથોરિટીઝને ટ્રાફિક મેનેજમેન્ટ, રોડ ડિઝાઇનમાં પરિવર્તન માટે મદદ મળશે.
કિસ્સો-૩: સુધીર ટિંગલે પુણે પોલીસના સબ ઇન્સ્પેક્ટર છે. તેઓને હાલમાં એવરીડે હીરોઝ મ્યુઝિક વીડિયોમાં દેખાડવામાં આવે છે. આ વીડિયો પુણેના અલગ-અલગ કોલેજોના વિદ્યાર્થી‍ઓએ મળીને બનાવ્યો છે. જેમાં ટ્રાફિક પોલીસવાળાઓની દિવસભરની ગતિવિધિઓ પર ફોકસ કરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસનું માનપૂર્વકનું ચિત્ર તેમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ રીતે ટ્રાફિક પોલીસને મુશ્કેલ પરિસ્થિતમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરવા માટે પ્રોત્સાહિ‌ત કર્યા છે.
ટ્રાફિક પોલીસ જ નહીં ઘરમાં કામ કરતી નોકરાણીઓ, દૂધવાળા, પેપર નાખનારાના વીડિયોમાં પણ આ પ્રકારનો મેસેજ મળે છે. જેની ગેરહાજરીથી આપણા રોજિંદા જીવન પણ અસર પામે છે. જેની સાચી અને સકારાત્મક છબી આ વીડિયોમાં દેખાડવામાં આવી છે. આ વીડિયો સોશિયલ સાઇટ પર અપલોડ પણ કરવામાં આવ્યાં છે. હેતુ માત્ર એટલો જ છે કે તેઓ આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલા છે. ફંડા એ છે કે, સમસ્યા આપણને તક આપે છે, તેનો અલગ-અલગ રીતે સમાધાન શોધવું જોઇએ. આપણને તે દિશા તરફ વિચારવા માટે મજબૂર કરે છે. ટીવી પર આવતી એક જાહેરાતની ટેગલાઇન યાદ કરો, જેમાં કહ્યું છે: દાગ અચ્છે હૈ. અહીં પણ મામલો આ જ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો