તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જંબુસર પાલિકાની દુકાનોની હરાજીમાં લોકોનો હંગામો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જંબુસર પાલિકાની દુકાનોની હરાજીમાં લોકોનો હંગામો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જંબુસર
જંબુસર નગરપાલિકાના ટંકારી ભાગોળ સ્થિત શોપિંગ સેન્ટરની દુકાનોની હરાજીમાં લોકોના વિરોધ તથા મુખ્ય અધિકારીની ગેરહાજરીને કારણે મુલતવી રાખવામાં આવી હતી. બુધવારે સવારે હાથ ધરાયેલી હરાજી પ્રક્રિયામાં ૨૧ પૈકી ૬ દુકાનોની હરાજી કરી દેવામાં આવી હતી જયારે બાકી રહેલી ૧પ દુકાનોની હરાજી માટે નવી તારીખ નક્કી કરવામાં
આવશે.
જંબુસર નગરપાલિકાએ ટંકારીભાગોળ ખાતે બનાવેલા શોપિંગ સેન્ટરની ૨૧ દુકાનોની હરાજી બુધવારે સવારે પાલિકા પ્રમુખ તથા મુખ્ય અધિકારીની હાજરીમાં શરૂ કરવામાં આવી હતી. હરાજી દરમિયાન પ્રથમ દુકાન રૂા.૬.૮૦ લાખ, બીજી દુકાન રૂા.૮ લાખ, ત્રીજી દુકાન રૂા.૮.૩૦ લાખ તથા ચોથી દુકાન રૂા.૯.૪૦ લાખની બોલીથી વેચાઇ હતી. પાંચમી અને છઠ્ઠી દુકાનની હરાજીમાં અનુક્રમે રૂા.પ.પપ લાખ અને રૂા.પ.૭પ લાખની બોલી લાગતાં રિંગ થઇ હોવાના આક્ષેપ સાથે લોકોએ હંગામો મચાવ્યો હતો.
આજે ગાંધીનગર ખાતે સ્વચ્છતા અભિયાન હેઠળ મહાત્મા ગાંધી મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં દરેક નગરપાલિકાના મુખ્ય અધિકારીઓને ફરજિયાત રીતે હાજર
રહેવાનું હોવાથી જંબુસર નગરપાલિકાના મુખ્ય અધિકારી ગાંધીનગર જવા માટે રવાના થઇ ગયાં હતાં. મુખ્ય અધિકારીની ગેરહાજરીમાં હરાજીની પ્રક્રિયા આગળ નહિ‌ ધપાવવાનો નિર્ણય લઇને પાલિકા સત્તાધીશોએ હરાજી મુલતવી રાખવાનું નક્કી કર્યુ હતું. શોપિંગ સેન્ટરની બાકી રહેલી ૧પ દુકાનોની હરાજી માટે નવી તારીખ હવે પછીથી
નક્કી કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો