તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અંકલેશ્વર પાલિકાનું નવા કરવેરા વિનાનું બજેટ મંજૂરમંજૂરીની મહોર સામાન્ય સભામાં ભાજપ સત્તાધીશો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર પાલિકાનું નવા કરવેરા વિનાનું બજેટ મંજૂરમંજૂરીની મહોર સામાન્ય સભામાં ભાજપ સત્તાધીશોએ રજૂ કરેલા બજેટ સામે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા જરૂરી સુધારા સૂચવવામાં આવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અંકલેશ્વર
અંકલેશ્વર પાલિકાના ~૩૬.૯૧ કરોડનો વ્યાપ ધરાવતાં અને નવા કોઇ કરવેરા વિનાના ~૪૦ લાખની પુરાંતવાળા બજેટને સામાન્ય સભાએ મંજૂરીની મ્હોર મારી હતી. વર્ષ ૨૦૧૪-૧પમાં પાલિકાને ~૩૬.૯૧ કરોડની આવકની સામે ~૩૬.પ૧ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
અંકલેશ્વર પાલિકાના વર્ષ ૨૦૧૪-૧પના બજેટ મુસદ્દાને કારોબારી સમિતિએ મંજૂરી આપ્યા બાદ મંગળવારે મળેલી સામાન્ય સભામાં રજૂ કરાયું હતું. પાલિકા પ્રમુખ પુષ્પા મકવાણા, મુખ્ય અધિકારી રમણ પટેલ, કારોબારી સમિતિના ચેરમેન જનક શાહ તથા અન્ય સભ્યોની હાજરીમાં બજેટ રજૂ કરાયું હતું. વર્ષ ૨૦૧૪-૧પમાં પાલિકાને મહેસૂલી તથા યોજનાકીય મળી ~૩૬.૯૧ કરોડની આવક થશે જેની સામે ~૩૬.પ૧ કરોડનો ખર્ચ કરાશે.
વર્ષ ૨૦૧૪-૧પના બજેટમાં વરસાદી પાણીના નિકાલ, જન ભાગીદારીથી નવા રસ્તા બનાવવા, શાળાઓના નવીનીકરણ, કચરાના યોગ્ય નિકાલ, નવા વાહનોની ખરીદી સહિ‌તના કામો માટે નાણાની ફાળવણી કરાઇ છે.પાલિકાના સત્તાધીશોએ રજૂ કરેલા બજેટમાં વિપક્ષના સભ્યોએ વિરોધ નોંધાવી તેમના સુધારા લખાવ્યાં હતાં. વિપક્ષના સુધારા સાથે ~૪૦ લાખના બજેટને મંજૂરી અપાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો