તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વલસાડમાં પીકઅપ વાનના ચાલકને પોલીસે ફટકાર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડમાં પીકઅપ વાનના ચાલકને પોલીસે ફટકાર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુપ્લીકેટ લાયસન્સ હોવાનુ જણાવી લાકડીના ફટકા મારતા તેને સિવિલમા
ભાસ્કર ન્યૂઝ.ન્યૂઝ
વલસાડના ઓવરબ્રીજ ખાતે ગુરૂવારે વલસાડથી પોતાની દુકાનનુ સામન લઇ પીકઅપ વાનમા પરત પોતાના ઘરે પરત ફરી રહેલા ઇસમને વલસાડ પોલીસના બે જવાનોએ રોકી દસ્તાવેજોની માંગણી કરતા તેમણે તમામ દસ્તાવેજો બતાવ્યા બાદ પણ ડુપ્લીકેટ લાયસન્સ હોવાનુ જણાવી તેને લાકડીના ફટકા મારતા તેને સિવિલમા સારવાર લેવાની ફરજ પડી હતી. જોકે આ મુદ્ે સમાધાનકારી વલણના પગલે કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી.
પોલીસ સૂત્રો અને સ્થળ ઉપરથી મળતી વિગત મૂજબ પારડીના ઉમરસાડી માછીવાડમા રહેતા અને કરીયાણાની દુકાન ધરાવતા મનોજભાઇ માછી તેમના ભાઇ અશોકભાઇ માછી સાથે તેમની પીકઅપવાન નંબર જીજે-૧પ-વાય-વાય-૨૩૮૪ લઇ ગુરૂવારે વલસાડના છીપવાડ ખાતે અનાજ અને અન્ય વસ્તુઓ ખરીદવા આવ્યા હતા.ખરીદી કરી બપોરે ૧ વાગ્યાની આસપાસ તેઓ પરત ઉમરસાડી જઇ રહ્યા હતા. તે સમયે ઓવરબ્રીજ ઉપર વાહન ચેકીંગમા ઉભેલા જગદીશભાઇ અને પરમાર નામના બે પોલીસકર્મીઓએ તેમને રોકી જરૂરી દસ્તાવેજોની માંગણી કરી હતી.જોકે પાછળ ટ્રાફીક જામ થતો હોય પોલીસકર્મીઓએ તેમને જવા નુ કહ્ુ હતુ.જેથી તે પરત રવાના થયા હતા. જોકે થોડીવારમા જ બંને પોલીસકર્મીઓએ મોટસાયકલ ઉપર પીછો કરી પીકઅપને રોકી દસ્તાવેજો-લાયસન્સની માંગણી કરી હતી. જોકે આરસી બુક આવી ન હોય તેમણે અસમર્થથતા દર્શાવી હતી. તેમણે લાયસન્સ આપતા તે ડુપ્લીકેટ હોવાનુ જણાવી વિવાદ ઉભો કરી લાકડીના ફટકા માર્યા હતા.
જેના પગલે માર્ગ ઉપર વાહનચાલકો મોટી સંખ્યામા ભેગા થઇ જતા બંને પોલીસકર્મીઓ ચાલ્યા ગયા હતા. જોકે લાકડીના ફટકાના પગલે તેમને ઇજા પહોચતા સિવીલમા પહોચી સારવાર લીધી હતી. ત્યારબાદ તેમને પોલીસચોકીએ બોલાવી સમાધાનની પ્રક્રિયા કરી હતી. જોકે બનાવ અંગે સમાધાન થતા પોલીસ ફરિયાદ નોંધાય ન હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો