• Gujarati News
  • આજે હીરા બુ‌ર્સ માટે ફોર્મ વિતરણનો છેલ્લો દિવસ

આજે હીરા બુ‌ર્સ માટે ફોર્મ વિતરણનો છેલ્લો દિવસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ ખાતેથી હીરા બુ‌ર્સને સુરતમાં ટ્રાન્સફર કરવાના નિર્ણયને સુરત ઉપરાંત મુંબઇના તમામ હીરાના વેપારીઓ દ્વારા સારો પ્રતિસાદ અપાયો છે. સુરતમાં હીરા બુ‌ર્સ શરૂ કરવાની ચહલ પહલ શરૂ થતાની સાથે જ તેને સુરત ઉપરાંત મુંબઇના હીરા ઉદ્યોગકારોએ સારો પ્રતિસાદ આપ્યો છે. સુરત ડાયમંડ એસો.ખાતેથી હીરા બુ‌ર્સ માટેના ફોર્મનું વિતરણ શરૂ થતાની સાથે જ સુરતમાંથી અંદાજે આઠ હજાર જેટલા ફોર્મનું ચપોચપ વિતરણ થઇ ગયુ છે. આ ઉપરાંત મુંબઇ ખાતેથી છ હજારથી વધારે ફોર્મનું વિતરણ થયું છે. સુરત હીરા બુ‌ર્સ માટેના ફોર્મનું વિતરણ મંગળવારે સાંજ સુધી ચાલુ રહેવાનું છે અને મંગળવારે સાંજ સુધીમાં ફોર્મ વિતરણ હજુ પણ વધવાની સંભાવના જોવાઇ રહી છે. સુરત હીરા બુ‌ર્સ માટેના ફોર્મ જમા કરાવવા માટે શનિવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે અને જે કોઇ વેપારી કે હીરા ઉદ્યોગસાથે સંકળાયેલા લોકો હોય તેમણે શનિવારે સાંજ સુધીમાં હીરા બુ‌ર્સ માટેના ફોર્મ પરત જમા કરાવવાના રહેશે.