• Gujarati News
  • પત્નીએ કેરોસીન છાંટયું તો પતિએ દિવાસળી ૃચ્ ’આપતા આપઘાત!

પત્નીએ કેરોસીન છાંટયું તો પતિએ દિવાસળી ૃચ્/’આપતા આપઘાત!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : સચીનની ગોકુળનગરમાં રહેતા વિશાલ પાસવાનની ૧૮ વર્ષીય પત્ની દિવ્યાએ ગત રવિવારના રોજ રાત્રીના સુમારે પોતાના શરીરે કેરોસીન છાંટીને અગ્નિ‌સ્નાન કરી લીધું હતું. તેને ૧૦૮માં પાડોશી પ્રમોદ યાદવ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યો હતો તેનુ સારવાર દરમિયાન રાત્રે મોત નીપજ્યું હતું. સચીન પોલીસે કરેલી તપાસમાં દિવ્યા અને તેના પતિ વિશાલ વચ્ચે ઘરકંકાશમા ઝઘડો ઉગ્ર બન્યો હતો. તેમાં દિવ્યાને મારમરાતા આવેશમાં આવી જઈને પોતાના શરીરે કરોસીન છાંટી દઈ પતિને આપઘાત કરવાની ધમકી આપી હતી ત્યારે પતિએ પણ આવેશમાં પત્નીને દિવાસળી આપતા પત્નીએ આપઘાત કરી લીધો હોવાનુ બહાર આવ્યું હતું.