• Gujarati News
  • વેસુના સ્વસ્તિક માઈલસ્ટોનમાં ૃચ્ ’ફ્લેટહોલ્ડ‌ર્સ મેદાનમાં ઉતર્યા

વેસુના સ્વસ્તિક માઈલસ્ટોનમાં ૃચ્/’ફ્લેટહોલ્ડ‌ર્સ મેદાનમાં ઉતર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . સુરત
વેસુમાં સ્વસ્તિક માઈલસ્ટોન બિલ્ડિંગમાં ઓર્ગેનાઈઝર અને ફ્લેટહોલ્ડ‌ર્સ સાથેના સંઘર્ષના પ્રકરણમાં સોમવારે ફ્લેટહોલ્ડ‌ર્સ ફરી મેદાનમાં ઉતર્યા હતાં. કેમ્પસમાં બિલ્ડ‌ર્સ દ્વારા કરાયેલાં ગેરકાયદે બાંધકામના ડિમોલીશન પછી કાટમાળ હટાવાયો નહતો, તેને ફ્લેટહોલ્ડ‌ર્સ જાતે દૂર કરવા સામે આવ્યાં હતાં.
ખોટી એફિડેવિટના આધારે પાકિગની જગ્યામાં વધારાની બિલ્ડિંગ માટે મંજૂર કરાવેલા પ્લાન ફ્લેટ હોલ્ડ‌ર્સ દ્વારા ગત ઓગષ્ટ મહિ‌નામાં રદ્દ કરાવ્યો હતો. ગત જાન્યુઆરી મહિ‌નામાં બાંધકામનું ડિમોલીશન પણ કરાવ્યું હતું. છતાં બિલ્ડ‌ર્સ દ્વારા ડિમોલિશ્ડ કરાયેલાં બાંધકામનો સ્ક્રેપ દૂર ન થતા ફ્લેટ હોલ્ડ‌ર્સને પાકિગ અને તેની સાથેનો કોમન એરિયા મળી શકે તેમ ન હતો.