• Gujarati News
  • કચરાના નિકાલમાં પાલિકાને ૃચ્ ’પ્રતિ દિન બે લાખનો ચાંલ્લો

કચરાના નિકાલમાં પાલિકાને ૃચ્/’પ્રતિ દિન બે લાખનો ચાંલ્લો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ,સુરત
સુરત શહેરમાંથી પ્રતિ દિન જનરેટ થતાં ૧પ૦૦ ટન કચરાના નિકાલની કામગીરી માટે મહાનગર પાલિકાને દરરોજ બે લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ વેંઢારવો પડી રહ્યો છે.કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ લેનાર એજન્સીએ કામગીરી બંધ કરી દેતા છેલ્લા છ મહિ‌નાથી પાલિકાએ લાખો રૂપિયાનું નુકશાન વેઠવું પડતું હોવાથી પાલિકાના સત્તાધીશોએ એજન્સીને નોટિસ ફટકારી છે.
ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશન અંતર્ગત શહેરમાંથી દરરોજ ૧પ૦૦ ટન કચરો નીકળે છે જે કચરો પાલિકાની ખજોદ સ્થિત ડિસ્પોઝલ સાઇટ ખાતે નિકાલ કરવામાં આવે છે.કચરાના નિકાલ માટે પાલિકાએ સાત વર્ષ અગાઉ હંજર નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.આ એજન્સીએ છેલ્લા છ મહિ‌નાથી કચરો ઉઠાવવાનું જ બંધ કરી દેતા કચરાના નિકાલની કામગીરીને મોટી અસર પહોંચી છે.આખરે પાલિકાએ પોતાના ખર્ચે જ કચરાના નિકાલની કામગીરી શરૂ કરી દીધી હતી.આ કામગીરી માટે પાલિકાને પ્રતિ દિન- પ્રતિ ટન ૧૦૦ થી ૧૨પ રૂપિયાનો વધારાનો ખર્ચ ઉઠાવવો પડી રહ્યો છે.પાલિકાના સત્તાધીશોએ કચરાના નિકાલની કામગીરી નહીં કરનાર એજન્સીને નોટિસ પણ ફટકારી છે.