• Gujarati News
  • સર્વ શિક્ષા અભિયાનના ઈરઈ નિમવાના નિયમોમાં ફેરફાર

સર્વ શિક્ષા અભિયાનના ઈરઈ નિમવાના નિયમોમાં ફેરફાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત
કેન્દ્ર સરકારના સર્વ શિક્ષા અભિયાન અંતગર્ત સીટીસી નિમવા માટેના નિયમોમાં પરીવર્તન કરવામાં આવ્યું છે અને નિમણુંક થયેલા સીટીસી વધારે સારી રીતે કામ કરી શકે તે માટે આ નિયમો બનાવવામાં આવ્યો છે. જેનાથી પારદર્શિ‌તા આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા દરેક બાળકોને શિક્ષણનો લાભ મળી શકે તે માટે નિમવામાં આવેલ સીટીસીનાં સભ્યો માટેના નિયમો હવે વધારે આકરા કરવામાં આવ્યો છે અને હવે પછી જે નિમણુંક કરવામાં આવશે તે સીટીસી પર નવા નિયમો લાગુ કરવામાં આવશે. સર્વ શિક્ષા અભિયાન અંતગર્ત નિમવામાં આવતા સીટીસી સભ્યો માટે પહેલા કોઇ જ નિયમ ન હતા અને મોટા ભાગે ધોરણ ૬ થી ૮ ના નગર પ્રાથમિક શિક્ષકોને જ સીટીસીના સભ્યા બનાવવામાં આવતા હતા જો કે, હવે આ નિયમ જ કાઢી નાખવામાં આવ્યો છે. હવે પછી જે નવા સર્વ શિક્ષા અભિયાન અંતગર્ત સીટીસીના જે નવા સભ્યો સમિતિ દ્વારા નિમવામાં આવશે તે ધોરણ ૧ થી ૬ ના જ શિક્ષકો હશે. પ્રાથમિક શિક્ષકોની નિમણુંકને કારણે હવે સર્વ શિક્ષા અભિયાન વધારે સારી રીતે સંચાલીત થશે.