• Gujarati News
  • લાંચનાં ~ ૮ કરોડ પરત આપવાની અરજી સામે કરનો કો‌ર્ટમાં વિરોધ

લાંચનાં ~ ૮ કરોડ પરત આપવાની અરજી સામે કરનો કો‌ર્ટમાં વિરોધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત
નારાયણ લાંચ કેસમાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલાં રૂપિયા આઠ કરોડ કો‌ર્ટ કસ્ટડીમાં આવ્યા હતા. આ રૂપિયા પરત મેળવવા માટે અડાજણના બિલ્ડર કેતન પટેલ દ્વારા કો‌ર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સામે આજે આવકવેરા વિભાગ દ્વારા કેતન પટેલને રકમ પરત કરવા બાબતે કો‌ર્ટમાં વિરોધ કરવામાં આવ્યો હતો. આવકવેરા વિભાગે ફરી કો‌ર્ટમાં રૂપિયા મેળવવા અરજી કરી હતી. આ અરજી પર હવે આગામી પાંચમી જૂને સુનાવણી થનાર છે.
૧૩ કરોડના લાંચ પ્રકરણમાં પોલીસે સમગ્ર ષડયંત્ર ઝડપી પાડી રૂપિયા આઠ કરોડ પોતાના કબજામાં લીધા હતા. જે પાછળથી કો‌ર્ટની નિગરાની હેઠળ આવી ગયા હતા. આ કેસમાં રૂપિયા મેળવવા માટે બિલ્ડર કેતન પટેલે એડવોકેટ કલ્પેશ દેસાઈ હસ્તક ચીફ કો‌ર્ટમાં અરજી કરાઈ હતી. જેની સામે આજે આવકવેરા વિભાગે પણ ઓબ્જેકશન ઉઠાવ્યુ હતુ.