• Gujarati News
  • સાડીના ધંધામાં પિતા પુત્ર સાથે ૭ દલાલો ૃચ્ ’વેપારીઓએ કરી ~ ૪પ લાખની ઠગાઇ

સાડીના ધંધામાં પિતા-પુત્ર સાથે ૭ દલાલો-ૃચ્/’વેપારીઓએ કરી ~ ૪પ લાખની ઠગાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
રીંગ રોડની વણકર ટેક્ષટાઈલ માર્કેટમાં સાત મહિ‌ના પહેલા ગ્રે કાપડનો વિવરો પાસેથી માલ લાવી પ્રિન્ટેડ સાડી બનાવી વેચાણનો ધંધો શરૂ કરનાર અમરોલીના પિતા-પુત્રને માર્કેટમાં ભેટી ગયેલા ઠગ દલાલો અને વેપારીઓને લીધે માથે હાથ દઈ રોવાનો વખત આવ્યો હતો! પિતા-પુત્રએ વિશ્વાસે સાડીનો જથ્થો ઉધાર આપ્યો હતો પરંતુ તેનુ પેમેન્ટ નહીં ચુકવી દલાલ-વેપારી સહીત સાત જણાએ હાથ ઉંચા કરી દીધા હતા.
અમરોલીગામ નવો કોસાડ રોડ ખાતે રહેતા વિરેન્દ્રભાઈ પંડયા અને તેના ૨૩ વર્ષીય પુત્ર સિદ્ધાંતે ૨૦૧૩ના જુલાઈ માસમાં વણકર ટેક્ષટાઈલ માર્કેટમાં પ્રિન્ટેડ સાડીનો ધંધો શરૂ ક્ર્યો હતો. બંને વિવરો પાસેથી ગ્રે માલ લાવીને સાડી બનાવી પ્રિન્ટીંગ કરી માર્કેટમાં વેચતા હતાં. તેઓના ધંધાના શરૂઆતના વખતે દલાલ સુરેશ શીંધી ((રહે-સ્તુતિ યુનિવ‌ર્સલ, પાલ)) મિલેનિયમ માર્કેટના વેપારી રાજુ, રાજેશ શાહ તથા મહેન્દ્રભાઈ , સંજય રાધેશ્યામ શર્મા ((રહે-એલ.એચ.રોડ, ગ્રીન પાર્ક સો.)), મનોજ ગોરધનભાઈ માળી તથા સતીષભાઈ ((રહે-અમદાવાદ)), જય કુમાવત, રામલાલ ઉર્ફે કેતન કુમાવત ((રહે-પુના, મહારાષ્ટ્ર))એ એકબીજાની મદદગારીથી વિશ્વાસ સંપાદીત કરીને સાડીના જથ્થાની ડિલિવરી લઈ લીધી હતી. પરંતુ પેમેન્ટ કરવાથી હાથ ઉંચા કરી દીધા હતાં. રૂપિયા ૪પ લાખ ફસાઈ જતાં આખરે સિદ્ધાંતે સલાબતપુરા પોલીસ મથકે તમામ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.