• Gujarati News
  • સુનિલ અગ્રવાલની ૃચ્ ’રિમાન્ડ અરજી પર ૃચ્ ’આજે સુનાવણી

સુનિલ અગ્રવાલની ૃચ્/’રિમાન્ડ અરજી પર ૃચ્/’આજે સુનાવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
બોગસ બિલ ઓફ એન્ટ્રીના આધારે આચરવામાં આવેલા હવાલા કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે આર એ ડિસ્ટ્રીબ્યુટરના એક સંચાલકની ધરપકડ કરી છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને સોમવારે આ અંગે કો‌ર્ટમાં સુનાવણી હાથ ધરાશે.મહિ‌ધરપુરા નવકાર બિલ્ડીંગનું એડ્રસ આપીને આર એ ડિસ્ટ્રીબ્યુટર કંપનીના નામે રિંગરોડની આઇસીઆઇસીઆઇ બેન્કમાં એકાઉન્ટ ખોલાવાયું હતું.આ કંપનીના સંચાલકો પૈકી એક એવા સુનિલ દિપક અગ્રવાલે સુરતના શૈલેષ પટેલ અને અનિકેત અશોક આંબેડકરને ડિરેક્ટર બનાવ્યા હતા. ત્યાર બાદ બોગસ બિલ ઓફ એન્ટ્રીના આધારે દુબઇ અને હોંગકોંગ ખાતે ગત તા.૧૩.૧૨.૨૦૧૩થી ૨૪.૨.૨૦૧૪ સુધીના સમયગાળામાં રૂપિયા ૧૦૪.૮૨ કરોડ રૂપિયા અલગ અલગ ૧૭ હીરાની પેઢીના નામે ટ્રાન્સફર કર્યા હતા.