• Gujarati News
  • મોદીની શપથવિધીમાં સુરતના ૬ સહિ‌ત ગુજરાતના ૪૦ને આમંત્રણ

મોદીની શપથવિધીમાં સુરતના ૬ સહિ‌ત ગુજરાતના ૪૦ને આમંત્રણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત
ભારતના વડાપ્રધાન તરીકે સોમવારે નરેન્દ્ર મોદીના દિલ્હીમાં યોજાનારા શપથ વિધી કાર્યક્રમમાં સુરતના ૬ સહીત ગુજરાતમાંથી ૪૦ લોકોને આમંત્રણ અપાયા હોવાનું જાણવા મળ્યું છે.સુરતના રીઅલ એસ્ટેટ અને ડાયમંડ સાથે સંકળાયેલા વેપારીઓ તો રવિવારે જ દિલ્હી પહોંચી ગયા હતા.
વડાપ્રધાન તરીકે સોમવારે સાંજે ૬ વાગે દિલ્હીમાં નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકે તાજપોશી થવાની છે.દેશ વિદેશમાંથી ૩,૦૦૦થી વધુ મહેમાનોને શપથ વિધીમાં ભાગ લેવાનું આમંત્રણ અપાયું છે. જાણવા મળેલી માહિ‌તી મુજબ ગુજરાતમાંથી ૪૦ લોકોને આમંત્રણ મળ્યું છે.સુરતમાંથી રાજહંસ ગ્રીન ગ્રુપના ચેરમેન સંજય મોવલિયા, ડાયમંડ કંપની એમ.કાંતિલાલના ચેરમેન મુકેશ પટેલ,કાર્પ ડાયમંડના ચેરમેન કિશોર માલદાર,સવાણી ડાયમંડના ચેરમન અને તાજેતરમાં પદ્મશ્રી એવો‌ર્ડ‌ મેળવનાર મથુર સવાણી, સાંસદ સી.આર પાટીલ,દર્શના સહીત ૬ લોકોને આમંત્રણ મળ્યું છે. આમ તો સુરતના અનેક લોકોને દિલ્હીમાં યોજાનારા મોદીના શપથ વિધી કાર્યક્રમમાં હાજરી આપવાની ઉત્કટ ઇચ્છા હતી, પણ પસંદગીના લોકોને જ આમંત્રણ મળતા ઘણા અગ્રણીઓને દિલ્હી નહીં જઇ શકવાનો વસવસો છે.