• Gujarati News
  • બીજા માળેથી પટકાતાં શ્રમિકનું મોત

બીજા માળેથી પટકાતાં શ્રમિકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત પીપલોદના રાજહંસની બાજુમાં નવી બંધાતી બિલ્ડીંગના બીજા માળે કામ કરતી વખતે અકસ્માતે નીચે પટકાઈ પડેલા શ્રમિક યુવાનનુ અઠવાડિયાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રાજહંસ સિનેમા પાસે રાજહંસની ચાલ ખાતે રહેતા વીરસીંગ ગુલાબભાઈ લૂહાર ((૩પ )) નજીકમાં નવી બંધાતી બિલ્ડીંગમાં કામદાર હતો. દરમિયાન ગત તારીખ ૧૯ મેના રોજ સવારના સુમારે બીજા માળે કામ કરતો હતો દરમિયાન અકસ્માતે નીચે પટકાઈ પડયો હતો. સિવિલ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.