• Gujarati News
  • ટયુશને જવા નીકળેલો પુણાનો કિશોર ગુમ

ટયુશને જવા નીકળેલો પુણાનો કિશોર ગુમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વરાછા
પુણાગામમાં રહેતો ૧૧ વર્ષીય કિશોર દસ દિવસ પહેલા કમ્પ્યુટરના ટયુશનજવા ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત ફર્યો ન હતો. આ અંગે પુણા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પુણામાં રહેતા ૧૧ વર્ષીય કિશોર તા. ૧પ મે ૨૦૧૪ના રોજ સવાર ૭.૩૦ કલાકના અરસામાં ઘરેથી કોમ્પ્યુટર ટયુશન જાઉં છું કહીને નીકળ્યો હતો. ત્યારબાદ તે ટયુશને પહોંચ્યો ન હતો. પરિવારજનોએ તપાસ કરતાં ટયુશને ન પહોંચ્યો હોવાનું જાણવા મળતાં સગાંસંબંધી તથા આસપાસ તપાસ કરી હતી. તેમ છતાં ભાળ ન મળતાં આખરે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઇ કે.વી.ચુડાસમા કરી રહ્યા છે.