• Gujarati News
  • વધુ બિયર માટે લીકર પરમીટમાં ૃચ્ ’છેકછાક કરનારની ધરપકડ

વધુ બિયર માટે લીકર પરમીટમાં ૃચ્/’છેકછાક કરનારની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
લીકર પરમીટમાં છેકછાક કરી ઠગાઈના આશયથી ત્રણ યુનિટ બીયરનો સ્ટોક ખરીદી કરનારા બેગમપુરાની ચેવલી શેરીમાં રહેતા એક કારખાનેદારની અઠવા પોલીસે ધરપકડ કરી હતી. લીકર પરમીટના ઓડિટ દરમિયાન આ ઠગાઈ ખ્યાલે આવતાં કારખાનેદાર સામે ગુનો નોંધાયો હતો.
અઠવા પોલીસના જણાવ્યા અનુસાર, મનોજ રામચંદ્ર રાણા ((રહે. ચેવલી શેરી, બેગમપુરા)) નામના ઇસમે તા. ૪થી ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ પોતાની હેલ્થ પરમીટના આધારે લાલગેટ પર આવેલા એચ. એસ. એન્ડ સન્સ નામની લીકર શોપમાંથી ત્રણ યુનિટ બિયરની ખરીદી હતી. આ ખરીદી કર્યા બાદ તા. ૩૦મી ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ મનોજ રાણા ફરીથી એચ. એચ. એન્ડ સન્સમાં ગયો અને ત્યાંથી ફરીથી ત્રણ યુનિટ બીયરની ખરીદી કરી હતી. અગાઉની ખરીદીના લખાણ પર તેણે કેન્સલનો ખોટો સિક્કો મારી દીધો હતો. આ ઘટના બાદ સ્ટોક અને ચોપડાઓનું ઓડિટ થયું ત્યારે ખબર પડી કે, મનોજ રાણાએ ઠગાઈ કરી છે. જે મામલે રમેશભાઈ સોનારા ((રહે. આંનદનગર સોસાયટી, ચલથાણ))એ અઠવા પોલીસ મથકમા તા. ૧૦મી એપ્રિલના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ બાદ પીએસઆઈ ડી. બી. સેલોતે શનિવારે મનોજ રાણાની ધરપકડ કરી હતી.