• Gujarati News
  • ભટારમાં બે ફ્લેટના બોગસ દસ્તાવેજથી ૬૦ લાખની ઠગાઈ કરનારી મહિ‌લાની ધરપકડ

ભટારમાં બે ફ્લેટના બોગસ દસ્તાવેજથી ૬૦ લાખની ઠગાઈ કરનારી મહિ‌લાની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
ભટાર રોડ પર આવેલા નૂતન આવાસના બે ફ્લેટનો બોગસ દસ્તાવેજો બનાવ્યા બાદ એક બેંકમાંથી રૂ. ૪૦ લાખની ર્મોગેજ લોન લીધા બાદ ફરીથી આ જ ફ્લેટના સોદા પેટે રૂ. ૨૦ લાખ પણ ખંખેરી લેનારી એક મહિ‌લાની ખટોદરા પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે બે મહિ‌લા સહિ‌ત ચાર સામે ગુનો નોંધ્યો હતો.

ખટોદરા પોલીસના જણાવ્યા અનુસાર, સુનીલકુમાર યુગલકિશોર જાલાન ((રહે. દિપમ એપા‌ર્ટમેન્ટ, વસઇ રોડ, જિ. થાણા, મહારાષ્ટ્ર))એ રમેશકુમાર ગજાનંદ અગ્રવાલ, તેની પત્ની સ્નેહા અગ્રવાલ ((બંને રહે. પાંચમા માળે, આશિર્વાદ એન્કલેવ, અલથાણ કેનાલ રોડ)), નીલમ નરેન્દ્રભાઈ અગ્રવાલ ((રહે. અગિયારમા માળે, આશિવાર્દ એન્ક્લેવ, અલથાણ કેનાલ રોડ)), ધર્મેન્દ્ર જે. તણખિયા અને એમ. એ. શાહ નામના ઇસમો સામે તા. પમી મેના રોજ ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ બાદ શનિવારે એક આરોપી સ્નેહાબેનની ધરપકડ કરાઈ હતી. ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૦૮થી ૨૦૧૧ના સમયગાળા દરમિયાન રમેશકુમાર તથા તેમના પરિચીતોએ ભેગા મળીને નૂતન આવાસના બે ફ્લેટ ઉપર બેંક ઓફ પટિયાલાની રિંગ રોડની શાખામાંથી રૂ. ૪૦ લાખની ર્મોગેજ લોન લીધી હતી. આ લોન લીધા બાદ તેમણે ગેરકાયદે મુંબઈના સુનીલકુમારને આ ફ્લેટનો સોદો કર્યો હતો. તેમની પાસેથી રૂ. ૨૦.૬૦ લાખ વસૂલા કર્યા બાદ ખબર પડી કે, આ બંને ફ્લેટ બેંકમાં ર્મોગેજ છે. જેથી સુનીલકુમારે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદની પ્રાથમિક તપાસ કરતા ખબર પડી કે, વર્ષ ૨૦૧૩માં ફ્લેટના પાવર ધરાવતા રૂકમણીદેવીનું વર્ષ ૨૦૧૩માં અવસાન થઈ ગયું હોવા છતાં નીલમ અગ્રવાલની નામની મહિ‌લા રૂકમણીદેવીનું નામ ધારણ કરી સબરજિસ્ટ્રાર કચેરીએ પહોંચી ગયા હતા. તેમણે બોગસ ઓળખ અને સહીઓ આપી દસ્તાવેજ બનાવડાવ્યો હતો.