• Gujarati News
  • લિંબાયત, પુણામાંથી ૧૪ જુગારી ઝડપાયા

લિંબાયત, પુણામાંથી ૧૪ જુગારી ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત લિંબાયત પોલીસને મીઠીખાડી પાસે બેઠી કોલોની અને અસરફ ભંગારવાલાની દુકાન પાસે જુગારધામ ધમધમતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે લિંબાયત પોલીસે બન્ને જુગારધામો પર છાપા માર્યા હતા. દરોડા દરમ્યાન પોલીસે જુગાર રમતા ૧૧ જુગારીઓને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓ પાસેથી રૂ. ૩૪૬પ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. તેવી જ રીતે પુણા પોલીસને સહારા દરવાજા સુર્યનગર સોસાયટી પાસે ૩ જુગારીઓને રૂ. ૬૯૦ નો મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.