• Gujarati News
  • ઇજનેરીમાં ઓનલાઇન પ્રવેશની માહિ‌તી માટે જબરજસ્ત ધસારો

ઇજનેરીમાં ઓનલાઇન પ્રવેશની માહિ‌તી માટે જબરજસ્ત ધસારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત
ધોરણ ૧૨ સાયન્સનું ઊંચું પરિણામ આવ્યું હોવાથી વિદ્યાર્થી‍ પ્રવેશમાં મુશ્કેલી ઉભી થઇ શકે છે તેવી વિદ્યાર્થી‍ઓ અને વાલીઓમાં છાપ છે. ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાને કારણે વિદ્યાર્થી‍ઓ ઘણા બધા પ્રશ્નો મુંઝવતાં હોય છે. પ્રવેશને લગતી આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી રવિવારે પાલમાં આવેલા સંજીવકુમાર ઓડિટોરીયમમાં એક સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧પ૦૦ કરતા વધુ વાલીઓ અને વિદ્યાર્થી‍ઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ર્કોષીસ ((એસસીપીસી)) અમદાવાદના પ્રતિનિધિ જે.આર.પટેલ અને એસ.આર.જોશીએ એન્જિનીયરીંગ, આર્કિટેક્ચર અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશની વિગતો આપી હતી. ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા કઇ રીતે કાર્ય કરે છે, મેરિટ કઇ રીતે તૈયાર થાય છે અને ઓનલાઇન ફોર્મ ભરતી વખતે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું જેવા પાસાઓ રજૂ કર્યા હતા.