• Gujarati News
  • મોદીના નામથી કેરીની નવી જાત: નામ રાખ્યું નમો આમ’ૃચ્ ’

મોદીના નામથી કેરીની નવી જાત: નામ રાખ્યું નમો આમ’ૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઈ. લખનઉ
ઉત્તર પ્રદેશમાં ભાજપને લોકસભાની ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક સફળતા અહીંના લોકોમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ચિતાર આપે છે. તાજેતરમાં આવું જ વધુ એક દૃષ્ટાંત સામે આવ્યું છે. અહીં પીઢ ખેડૂત અને હાઈિેબ્રડ બિયારણ ઉછેરક પદ્મશ્રી હાજી કલીમુલ્લાહે કેરની નવી હાઈબ્રિડ જાત તૈયાર કરી છે અને તેને નરેન્દ્ર મોદીનું નામ
આપ્યું છે.
ખાસ નરેન્દ્ર મોદીને સમર્પિ‌ત નમો આમ’ નામની આ કેરી અંગે કલીમુલ્લાહે જણાવ્યું હતું કે, આ કેરીમાં હુસ્ન-એ-આરાની વિશેષતા છે જે ખાસ દેખાવે સુંદરતા સાથે સંકળાયેલી છે તો બીજી તરફ દશેરીની પણ ખાસિયત છે જે તેના મધુર સ્વાદ માટે
વિખ્યાત છે.’ મેંગો કિંગ’ તરીકે ઓળખાતા કલીમુલ્લાહે અગાઉ વિવિધ સેલિબ્રિટીને સમર્પિ‌ત કેરીઓની અન્ય જાતો પણ તૈયાર કરી છે. તેમણે જણાવ્યું હતું કે, નમો આમના ગુણ અને દેખાવ મોદીના વ્યક્તિત્વ સાથે ઘણા મળતા આવતા હોવાથી તેને આ ખાસ નામ આપવામાં આવ્યું છે. જોકે કેરીના રસિયાઓને નમો આમનો સ્વાદ ચાખવા માટે થોડી રાહ
જોવી પડશે.