• Gujarati News
  • કનૈયા પેલેસ દુઘ્ર્‍ાટનામાં સોમવારથી ૃચ્ ’મેજિસ્ટોરિયલ ઇન્કવાયરી શરૂ

કનૈયા પેલેસ દુઘ્ર્‍ાટનામાં સોમવારથી ૃચ્/’મેજિસ્ટોરિયલ ઇન્કવાયરી શરૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . સુરત
ઘોડદોડ રોડ ઉપર કનૈયા પેલેસની ઘટનામાં પાલિકાની સ્ટ્રક્ચરલ ઇજનેરની પેનલની તપાસ પૂરી થઈ ચૂકી છે. જોકે, હજુ રાજ્ય સરકારે સોંપેલી મેજીસ્ટોરિયલ ઇન્કવાયરી જે હજુ શરૂ થઈ નથી, તે સોમવારથી શરૂ થાય તેવું જોવાય છે. સોમવારે આ એપા‌ર્ટમેન્ટના ઓર્ગેનાઈઝ‌ર્સ, આર્કિટેક્ટ્ અને ફ્લેટહોલ્ડ‌ર્સને નોટિસ ફટકારવાની તૈયારી કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. ૨૯મી એપ્રિલે કનૈયા પેલેસમાં સ્લેબ એક સાથે ઘરાશાયી થઈ ગયાં હતાં. આ ઘટનામાં ત્રણ નિર્દોષ વ્યક્તિના મોત થયાં હતાં. આ ઘટના બાદ પાલિકાએ તમામ ફ્લેટ્સમાંથી વસવાટ દૂર કરાવ્યો હતો. એપા‌ર્ટમેન્ટ ખાલી કરાવીને પાલિકાએ પોતે ત્રણ સ્ટ્રક્ચરલ ઇજનેરો પાસે તપાસ કરાવી હતી. આ ઇજનેરોએ પાલિકાને પોતાનું અવલોકન દર્શાવતો રિપો‌ર્ટ આપી દીધો છે. તેમાં નવું બિલ્ડિંગ બનાવવું વધારે હિ‌તાવહ હોવાનો અભિપ્રાય આપ્યો છે. જોકે, આ ઘટના જ્યારે બની ત્યારે રાજ્ય સરકારે પણ તાત્કાલિક એવો આદેશ કર્યો હતો કે, આ ઘટનાની મેજીસ્ટોરિયલ ઇન્કવાયરી કરાવાય. હવે સોમવારથી સિટી પ્રાંત ઓફિસર દ્વારા આ પ્રકરણમાં ઇન્કવાયરી શરૂ કરાય તેવું જાણવા મળી રહ્યું છે.