• Gujarati News
  • લિંબાયત અને રૂદરપુરામાંથી ૯ જુગારી ઝડપાયા

લિંબાયત અને રૂદરપુરામાંથી ૯ જુગારી ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત અઠવાલાઈન્સ પોલીસ અને લિંબાયત પોલીસે જુદા જુદા બે જુગારધામો પર છાપા મારી ૯ જુગારીઓને ઝડપી પાડયા હતા. પોલીસે ઝડપાયેલા જુગારીઓ પાસેથી રૂ. ૬ હજારથી વધુ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અઠવા પોલીસને રૂદરપુરા પોલીસ લાઈનમાં જુગારધામ ધમધમતુ હોવાની બાતમી મળી હતી જેના આધારે અઠવા પોલીસે છાપો મારી જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડયા હતા. પોલીસે ઝડપાયેલા પાંચેય પાસેથી કુલ રૂ. પપ૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેવી જ રીતે લિંબાયત પોલીસ ને નીલગીરી ત્રીકમ નગરની સામે જુગારધામ ધમધમતુ હોવાની બાતમી મળી હતી જેના આધારે લિંબાયત પોલીસે છાપો મારી જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડયા હતા પોલીસે ઝડપાયેલા જુગારીઓ પાસેથી રૂ.૧૦૯૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.