• Gujarati News
  • પુર્વ ડે.મેયર સાથે છેતરપીંડી કરનારાના બે દીવસના રીમાન્ડ

પુર્વ ડે.મેયર સાથે છેતરપીંડી કરનારાના બે દીવસના રીમાન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ. સુરત
પુર્વ ડે.મેયર અને નગર સેવક રવન્દ્રિ‌ પાટીલના પુત્રોને મહારાષ્ટ્રમાં મેડીકલ કોલેજમાં એડમીશન અપાવવાના નામે રૂ. ૭ લાખનો ચુનો ચોપડનાર ઠગને પોલીસે ઝડપી પાડયો હતો. ઝડપાયેલા ભૈયાને પોલીસે કો‌ર્ટ સમક્ષ હાજર કરી રીમાન્ડની માંગણી કરતા કોટૈર્‍ તેના બે દીવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.
લિંબાયત સુભાષ નગર ખાતે રહેતા પુર્વ ડે.મેયર ડો. રવન્દ્રિ‌ પાટીલના પુત્રો નિલેશ અને નિખીલ પુના ખાતે આવેલી ડી.વાય. પાટીલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરે છે. વર્ષ ૨૦૧૨ માં નિલેશ અને નિખીલ મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે દોડધામ કરતા હતા ત્યારે ભેયા સાહેબ હિ‌મ્મતરાવ પાટીલ સાથે મુલાકાત થઈ હતી. ભૈયાએ ૭ લાખ એડમીશનના અપાવવાના બહાને પડાવી લીધા હતા. આ કેસમાં પોલીસે શુક્રવારે તેને તેના વતનથી ઝડપી પાડયો હતો પોલીસે તેને કો‌ર્ટમાં રજુ કરતા કોટૈર્‍ તેના બે દીવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.