• Gujarati News
  • મો‌ર્ડ‌ન ઇન્ટિરિયર અને ફેશન ડિઝાઇનમાં હવે કેલિગ્રાફી આ‌ર્ટ

મો‌ર્ડ‌ન ઇન્ટિરિયર અને ફેશન ડિઝાઇનમાં હવે કેલિગ્રાફી આ‌ર્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફેશન ડિઝાઇન અને જ્વેલરી આ‌ર્ટમાં પણ કેલિગ્રાફીનો યુઝ કરવામાં આવે છે
કેલિગ્રાફી એ રાઇટિંગ રિલેટેડ વિઝ્યૂઅલ આ‌ર્ટ છે. આ વ‌ર્ડ‌નો ડિક્શનરી મીનિંગ સુંદર લખાણ અથવા પેનમેનશીપ થાય છે. મોડર્ન કેલિગ્રાફીનું મૂળ હજારો વર્ષ જૂનાં માટીની અંદરનાં લખાણ, ગુફાચિત્રો, સુસંકૃત સમયગાળાનાં લખાણો, હસ્તપ્રતોમાં રહેલું છે. આજે એક આ‌ર્ટ તરીકે ઘણાં ડિઝાઇનિંગ મીડિયામાં કેલિગ્રાફીનો યૂઝ થાય છે. આ ડિઝાઇનિંગ માડિયામાં કેલિગ્રાફર શબ્દો, વાક્યો, હેડલાઇન વગેરેનું સુંદર દાર્શનિક નિરુપણ કરી શકે છે. વેડીંગ આલ્બમ, વેડીંગ ઇન્વિટેશન, ગ્રીટિંગ કા‌ર્ડ‌્સ, સ્ટેશનરી, લોગો એન્ડ સિમ્બોલ ડિઝાઇન, બોડી પેઇન્ટિંગ, બૂક જેકેટ, બિઝનેસ કા‌ર્ડ‌, સર્ટિ‌ફિકેટ ડિઝાઇન, મેનૂ કા‌ર્ડ‌ ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન, ફેશન ડિઝાઇન, જ્વેલરી ડિઝાઇન, એડવ‌ર્ટાઇઝિંગ સેક્ટરમાં આ આ‌ર્ટ યુઝ થઇ શકે છે
ઘણા યંગસ્ટ‌ર્સ કેલિગ્રાફી શીખી રહ્યાં છે
કેલિગ્રાફી એક્સપ‌ર્ટ ગોપાલ પટેલે કહ્યુ હતું કે સુરતીઓમાં આ આ‌ર્ટ શીખવાનો ટ્રેન્ડ શરૂ થયો છે, વેકેશનમાં ઘણા યંગસ્ટ‌ર્સ કેલિગ્રાફી શીખી રહ્યા છે. સિટીમાં મેઇનલી ગુજરાતી, ઇંગ્લિશ અને હિ‌ન્દીમાં કેલિગ્રાફી શીખવવામાં આવે છે. રોમન, ગોથિક, ઇટાલિક અને મોડર્ન-આ ચાર મેઇન ફોન્ટ્સ છે, જેની અંદર અલગ-અલગ વેરિયેશન્સ યૂઝ કરી ૪૨થી વધુ સ્ટાઇલમાં કેલિગ્રાફી કરી શકાય છે.’