• Gujarati News
  • હજાર કરોડનો ટાર્ગેટ ધરાવતા સર્વિ‌સ ટેક્સને કમિશનર મળશે

હજાર કરોડનો ટાર્ગેટ ધરાવતા સર્વિ‌સ ટેક્સને કમિશનર મળશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત
કેન્દ્ર સરકારના દરેક વિભાગોમાં રી-સ્ટ્રકચરિંગ અગાઉ ભારે ઉત્સુકતા છે. હવે મોદી સરકાર આ મામલે વિવિધ ડિપા‌ર્ટમેન્ટ તરફથી સુપરત કરાયેલી દરખાસ્તો સ્વીકારે છે કે કેમ એની પર અધિકારીઓની નજર છે. સુરતની વાત કરીએ તો સર્વિ‌સ ટેક્સમાં કાયમી કમિશનરની એક પ્રપોઝલ મોકલવામાં આવી છે, ઉપરાંત એક ઓડિટ કમિશનર અને વધારાનું કમિશ્નરેટની પણ ભલામણ છે. હાલ માત્ર એડિશનલ કમિશનરથી કામ ચાલે છે. સર્વિ‌સ ટેક્સમાં આવનારા અનેક ફેરફારો આગામી સમયમાં સર્વિ‌સ પ્રોવાઇડરોને પણ અનેક રીતે લાભકર્તા બની રહેશે. ખાસ કરીને નાના કામ માટે વડોદરા સુધી લંબાવુ નહીં પડે. નોંધનીય છે કે સર્વિ‌સ ટેક્સ વિભાગનો ટાર્ગેટ હજાર કરોડની નજીક પહોંચી ગયો છે, પરંતુ સુરતને હજી કમિશનરેટ જાહેક કરાયુ નથી. હાલ શહેરમાં બે કમિશનરેટ છે. એક એકસાઇઝ-૧ અને ૨. આગામી સમયમાં ત્રીજા કમિશનરેટનો પણ રસ્તો સાફ થાય એ માટે પ્રસ્તાવ મોકલી આપવામાં આવ્યો છે. ત્રીજુ કમિશનરેટમાં ભરૂચ અને અંકલેશ્વરને આવરી લેવાની વાત છે.