• Gujarati News
  • સવારે સાંજે વધુ મતદાનનો પક્ષોનો પ્રયાસૃચ્ ’

સવારે-સાંજે વધુ મતદાનનો પક્ષોનો પ્રયાસૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : ગરમીનો પારો ૪૪ ડીગ્રીએ પહોંચ્યો છે. બપોરના ૧૨ પછી આકાશમાંથી આગ વરસતી હોય તેવી સ્થિતિ છે જેને લઈને તમામ રાજકીય પક્ષો પરેશાન છે.કારણકે આવી ગરમીમાં મતદાતાઓનો મતદાન કરવાનો ઉત્સાહ ઠંડો પડી જવાની ભીતી છે. આથી તમામ રાજકીય પક્ષો દ્વારા ૩૦ એપ્રીલના દિવસે સવારના ૭થી બપોરના ૧૨ની વચ્ચે અને સાંજના ૪થી ૬ કલાકની વચ્ચે વધુમાં વધુ મતદાન કરાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. તમામ રાજકીય પક્ષોએ પોતાના બૂથ લેવલના કાર્યકરોને આ કામ માટે સજ્જ કરી દીધા છે.