• Gujarati News
  • ચૂંટણી કર્મચારીઓને પંચ આઇ કા‌ર્ડ‌ ન આપી શક્યુંૃચ્ ’

ચૂંટણી કર્મચારીઓને પંચ આઇ કા‌ર્ડ‌ ન આપી શક્યુંૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
અમદાવાદ શહેર સહિ‌ત રાજ્યભરમાં આવતીકાલે બુધવારે યોજાનારા મતદાનને સફળ બનાવવા કર્મચારીઓ આજે સવારથી જ તેમના મતદાન મથક પર હાજર થઇ ગયા છે. ચૂંટણી પંચે મતદાન વખતે કોઇ અવ્યવસ્થા સર્જા‍ઇ તો ચૂંટણી પંચે કયાં કર્મચારીઓને ફરજ સોંપી છે તે તાત્કાલિક નક્કી થઇ જાય તે માટે દરેક કર્મચારીને આઇડેન્ટીટી કા‌ર્ડ‌ આપવાનું નક્કી કર્યુ હતુ.ં પણ કેટલાય કર્મચારીઓને આઇડેન્ટિટી કા‌ર્ડ‌ મળ્યા નથી, અમુક કર્મચારીઓના આઇડેન્ટિટી કા‌ર્ડ‌માં ફોટા બદલાઇ ગયા હોવાની ફરિયાદ ઊઠી છે.
મતદાન દરમિયાન બુથ કેપચરીંગ કે તોફાન અથવા તો બોગસ વોટીંગ થાય ત્યારે કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકો ઉપરાંત સામાન્ય નાગરિકો પણ અધિકૃત વ્યકિતઓને સહેલાઇથી ઓળખી શકે તે માટે આઇડેન્ટીટી કા‌ર્ડ‌ ફરજીયાત આપવાનું નક્કી કર્યુ હતું. આ માટે દરેક કર્મચારીઓ પાસેથી તેમના પાસપો‌ર્ટ સાઇઝના ફોટા લેવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. મતદાન પ્રક્રિયા સાથે સંકળાયેલા લોકો મતદાન દરમિયાન કોઇ ભૂલ ન કરે તેટલા માટે બે વખત ટ્રેનિંગ આપવામાં આવી છે. સ્થાનિક ચૂંટણી પંચે આ બંને ટ્રેનિંગ દરમિયાન કર્મચારીઓને ચૂંટણીની ફરજ દરમિયાન આઇકા‌ર્ડ‌ આપવા માટે તેમની પાસેથી બે-બે પાસપો‌ર્ટ સાઇઝના ફોટા લીધા હતા. આ ફોટાનો ઉપયોગ આઇડેન્ટીટી કા‌ર્ડ‌ બનાવવા માટે કરવાનો હતો. આ ફોટા આપ્યા તેને પણ એકથી બે સાહ જેટલો સમય થઇ ગયો છે, છતા આજદિન સુધી કર્મચારીઓને ઓળખકા‌ર્ડ‌ મળ્યા નથી. ઓળખકા‌ર્ડ‌ ન મળતા કર્મચારીઓએ સ્થાનિક અધિકારીઓને ફરિયાદ કરી હતી. અધિકારીઓએ પણ લાચારી વ્યકત કરતા મોટાભાગના કર્મચારીઓ મૂંઝવણણાં મુકાઇ ગયા હતા. છેવટે જે કર્મચારીઓને આઇડેન્ટીટી કા‌ર્ડ‌ મળ્યા નથી તેમણે ચૂંટણી પંચનો ડયૂટી ઓ‌ર્ડ‌ર અને ડ્રાઇવિંગ લાઈસન્સ જેવા અન્ય ઓળખ પુરાવા સાથે રાખવા તેવું નક્કી કરાયું હતું. કેટલાક કર્મચારીઓના આઇડેન્ટિટી કા‌ર્ડ‌માં ફોટા પણ બદલાઇ ગયા છે.
કર્મચારીઓ આજે બુથ પર પહોંચ્યા ત્યારે તેમના માટે ધોમધખતા તાપમાં પીવાના પાણીની વ્યવસ્થા હતી નહીં. કેટલાક સ્થળો પર જમવાની વ્યવસ્થામાં પણ બરોબર ન હોવાથી કર્મચારીઓ રોષે ભરાયા હતા. આ બાબતે સ્થાનિક સત્તાવાળાઓ સમક્ષ કર્મચારીઓએ આક્રોશ વ્યકત કર્યો હતો.