((ક્વોટ)) અફરોઝ ફટ્ટા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદીને વ્યક્તિગત ક્યારેય મળ્યો નથી’
અબજો રૂપિયાના હવાલા કૌભાંડમાં આરોપી અફરોઝ ફટ્ટાના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સાથેના સંપર્કોનો મુદ્દો ચૂંટણીમાં ઉછળ્યો છે. એટલે, મંગળવારે શહેરમાંથી અદૃશ્ય થઈ ગયેલાં અફરોઝે મોડીસાંજે સંપર્ક થતાં એવું કહ્યું હતું. હું નરેન્દ્ર મોદીને જાણું છું અને મળ્યો છું પરંતુ ક્યારેય વ્યક્તિગત મુલાકાત નથી થઈ. તેમને જ્યારે પણ મળ્યો છું ત્યારે સમૂહમાં જ મળ્યો છું. મને મંગળવારે અમદાવાદ ખાતે એન્ફો‌ર્સમેન્ટ ડિરેક્ટોરેટ((ઇ.ડી))ની ઓફિસમાં જવાબ રજૂ કરવા માટે બોલાવાયો હતો. એટલે હું ત્યાં ગયો હતો.’ જોકે, અફરોઝની આ વાત ગળે ઉતરે તેવી નથી કેમકે, ઇ.ડીના સૂત્રોનું કહેવું હતું કે, મંગળવારે અફરોઝની અમદાવાદ ખાતે કોઈ જ પૂછપરછ થઈ નથી.
- અફરોઝ ફટ્ટા, હવાલા કૌૈભાંડમાં આરોપી