• Gujarati News
  • મોઢવણિક સમાજમાં ભાજપને મતદાન માટે લેખિત આદેશ, ચૂંટણીપંચને ફરિયાદ

મોઢવણિક સમાજમાં ભાજપને મતદાન માટે લેખિત આદેશ, ચૂંટણીપંચને ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: ચૂંટણીમાં ભાજપની તરફે મતદાન કરવા માટે મોઢવણિક સમાજમાંથી લેખિત ફરમાન કરાતાં મામલો ચૂંટણીપંચ સમક્ષ પહોંચ્યો છે. શહેર કોંગ્રેસે આ માટે જિલ્લા ચૂંટણી વિભાગને ફરિયાદ કરી છે. મોઢવણિક સમાજના સુરતના પ્રમુખ બિપીન લાપસીવાલાની સ્કેન કરેલી સહી સાથે શહેરમાં મોઢવણિક સમાજના સભ્યોને ત્યાં એક પત્ર મોકલાયો છે. તેમાં એવું ફરમાન કરાયું હતું કે, સમાજના સપૂતને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા છે. એટલે, તેમને તન મન અને ધનથી મદદ કરીને સમર્થન આપીએ. આનેમાટે જ્યાં જ્યાં ભાજપના ઉમેદવાર ઊભા છે ત્યાં તેમને માટે મતદાન કરીએ અને કરાવીએ’ આ પ્રકારે મતદાન કરવા માટે લેખિત આદેશ કરાતા કોંગ્રેસ પક્ષે તેની સામે વાંધો નોંધાવ્યો હતો. શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા ચૂંટણીપંચને આ પ્રકારે લેખિતમાં આદેશ કરીને કોઈ વ્યક્તિને ચોક્કસ વ્યક્તિ કે પક્ષને મત આપવા માટે દબાણ કરવાની કોશિશ નહીં કરી શકાય.