• Gujarati News
  • મુંબઈના હીરાદલાલનું ૧પ કરોડમાં ઉઠમણું, સુરતના વેપારીઓ સલવાયા

મુંબઈના હીરાદલાલનું ૧પ કરોડમાં ઉઠમણું, સુરતના વેપારીઓ સલવાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
@ મુંબઈ ભારત ડાયમંડ બૂ‌ર્સના એક હીરાદલાલે હાથ ઊંચા કરી દીધા
@ રૂપિયાની સાઊકલ અટકી ગઈ છે તેવા સમયે લેણદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા
ભાસ્કર ન્યૂઝ. સુરત
મુંબઈમાં આવેલા ભારત ડાયમંડ બૂ‌ર્સમાં હીરાની દલાલી કરતા એક હીરાદલાલે રૂપિયા ૧પ કરોડનું ઉઠમણું કર્યુ છે. જેમાં સુરતના હીરાના વેપારીઓની જ મોટાભાગની રકમ હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે રૂપિયાની સાયકલ અટકી પડી છે તેવા સમયે મોટી રકમનું ઉઠમણું થવાને કારણે લેણદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
આ અંગે હીરાબજારના આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિ‌તી મુજબ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેકસમાં આવેલા ભારત ડાયમંડ બૂ‌ર્સમાં હીરાદલાલીનું કામ કરતા મુળ સૌરાષ્ટ્રના પ્રવિણ નામના હીરાદલાલે રૂપિયા ૧પ કરોડનું ઉઠમણું કર્યુ છે. આ હીરાદલાલ પહેલાં મુંબઈમાં પંચરત્ન ટાવરમાં કામ કરતાો હતો અને તે પછી ભારત ડાયમંડ બૂ‌ર્સમાં શિફટ થયો હતો.
વર્ષોથી સુરતના હીરાના વેપારીઓ સાથે પ્રવિણ સંકળાયેલો હતો. જાણવા મળેલી વિગત મુજબ પ્રવિણ સિંગલ કટ પોલિશ્ડ ડાયમંડનું કામ કરતો હતો.છેલ્લાં ત્રણેક દિવસથી પ્રવિણનો સંપર્ક બંધ થઈ જતા તેની સાથે વ્યવહાર કરનારા લેણદારોમાં ગભરાટ ફેલાયો છે.