• Gujarati News
  • અફરોઝના પ હજાર કરોડ હોંગકોંગ સિંગાપોર ગયા

અફરોઝના પ હજાર કરોડ હોંગકોંગ-સિંગાપોર ગયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: એન્ફો‌ર્સમેન્ટ ડારેકટરેટ ઝડપી પાડવામાં આવેલા હવાલા કૌભાંડમાં સુરતના અફરોઝ ફટ્ટા દ્વારા વિવિધ બેન્કોમાં ખોલાવેલા એક સો કરતા વધુ બેન્ક એકાઉન્ટ દ્વારા ચાલુ વર્ષના જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં પાંચ હજાર કરોડ કરતા વધુની રકમ હોંગકોંગ અને સિગાપોરના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. એન્ફો‌ર્સમેન્ટના અધિકારીઓના ધ્યાનમાં આ પ્રકારનું પહેલું હવાલા કૌભાંડ ધ્યાનમાં આવ્યું છે, જેમાં વાસ્તવિક રીતે જ પૈસાની હેરાફેરી કરવામાં આવી છે. સામાન્ય રીતે હવાલામાં વાસ્તવિક રીતે પૈસાની હેરાફેરી થતી નથી.
એન્ફો‌ર્સમેન્ટ અધિકારીઓ માને છે કે આ બન્ને મહિ‌નાઓ પહેલા પણ અફરોઝ દ્વારા હવાલાઓ કરવામાં આવ્યા હોવાની શંકા છે. જે અંગે તેમણે બેન્ક અધિકારીઓ પાસે તેની વિગતો માંગી છે. ૨૦૦૪માં અંકલેશ્વરમાં એક્સ્પો‌ર્ટ ઓરિએન્ટેડ યુનિટ ધરાવતો અફરોઝ જે માત્ર કોપર સ્ક્રેપનું કામ કરતો હતો અને તે માત્ર દસ વર્ષના ગાળામાં અબજોનો કારોબાર કરતો કેવી રીતે થઈ ગયો તેની તપાસ પણ કરવામાં આવી છે. આખા કિસ્સામાં અફરોઝને રાજકારણીઓની છત્રછાયા કરતા ઉચ્ચ સરકારી અમલદારો જેમાં ગુજરાત સહિ‌ત ભારત સરકારની વિવિધ એજન્સીઓમાં કામ કરતા અમલદારોની મદદ કામે આવી હતી.
એન્ફો‌ર્સમેન્ટ અધિકારીઓની તપાસમાં અફરોઝ કોની કોની પૈસા દેશ બહાર મોકલતો હતો તેની તપાસ પણ ચલાવી રહ્યા હતા. હોંગકોંગ સિગાપોરનાં એકાઉન્ટ હતા તેની પણ તપાસ થઈ રહી છે. કેટલાક નેતાઓ અને અધિકારીઓની મુશ્કેલી વધી શકે છે. અફરોઝે કાગળ ઉપર વિદેશથી કરોડોની કિંમતના હીરા આયાત કર્યા હોવાનું બતાવ્યું હતું અને તે પેટે તેણે હીરાની કિંમતની ચુકવણી દર્શાવી પાંચ કરોડ રૂપિયા વિદેશ મોકલી આપ્યા હતા. જેમાં કસ્ટમના ખોટા સિક્કા સહિ‌ત બોગસ બિલ ઓફ એન્ટ્રી બતાવી હતી.