• Gujarati News
  • સળિયા ખવાઇ જતા મજબુતાઇ ઘટી હોવાનું પ્રાથમિક તારણ

સળિયા ખવાઇ જતા મજબુતાઇ ઘટી હોવાનું પ્રાથમિક તારણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂસ,સુરત
કનૈયા પેલેસના તમામ મજલાના સ્લેબના સળિયા ખવાઇ ગયા હોવાથી તેની મજબુતાઇ ઘટી હોવાને પરિણામે દુઘ્ર્‍ાટના ઘટી હોવાનું પ્રાથમિક તારણ સ્ટ્રક્ચરલ ઇજનેરોની ટીમે આપ્યું હતું.
ઘોડદોડ રોડ ઉપર આવેલા કનૈયા પેલેસના છ મજલાના સ્લેબ તૂટી પડવાની દુઘ્ર્‍ાટનાને પગલે મ્યુનિસિપલ ર્કોપોરેશનના અધિકારીઓ,ટેક્નિકલ સ્ટાફ ઘટનાસ્થળે ધસી ગયા હતા.માસુમ બાળક સહિ‌ત ત્રણ વ્યક્તિનો ભોગ લેનારી દુઘ્ર્‍ાટનાની ગંભીરતાને ધ્યાને લઇને ર્કોપોેરેશનના સત્તાધીશોએ શહેરના જાણીતા સ્ટ્રક્ચરલ ઇજનેરો નિલેશ શાહ,હિ‌રેન દેસાઇ અને જયેશ દલાલને ઘટનાસ્થળે બોલાવી લીધા હતાં.ત્રણેય સ્ટ્રક્ચરલ ઇજનેરોએ સ્થળ ઉપર તુટી પડેલા સ્લેબ સહિ‌ત તમામ પાસાનું ઝીણવટભર્યું નિરિક્ષણ કર્યું હતું.સ્લેબના લોખંડનાં સળિયા કાટ લાગવાને કારણે ખવાઇ ગયા હોવાથી તેની મજબુતાઇ ઘટી જવાથી સ્લેબનો ભાર જીરવી નહીં શકતા તૂટી પડયા હોવાનું પ્રાથમિક તારણ ત્રણેય સ્ટ્રક્ચરલ ઇજનેરોએ આપ્યું હતું.