• Gujarati News
  • સુમન સ્કૂલોમાં ધો. ૯ માટે ફોર્મનું વિતરણ

સુમન સ્કૂલોમાં ધો. ૯ માટે ફોર્મનું વિતરણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: પાલિક સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા જીલાલા પંચાયત સંચાલીત જે શાળાઓ સમાવી લેવામાં આવી છે તે શાળાઓમાં આગામી ૨ મેનાં રોજથી સુમન હાઇસ્કુલમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ વિતરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે અને તારીખ ૮ મેના રોજ ભરાયેલા ફોર્મની ચકાસણી કર્યા બાદ મેરીટ બહાર પાડવામાં આવશે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા જીલ્લા પંચાયત સંચાલીત જે શાળાઓને પાલિકા દ્વારા લેવામાં આવે છે તે શાળાઓમાં અભ્યાસ કરતાં જે વિધાર્થીઓ ધોરણ ૮ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે તેમને ધોરણ ૯ સુમન હાઇસ્કુલમાં પ્રવેશ મળી રહે તે માટે પાલિકા દ્વારા આગામી ૨ મેના રોજથી સુમન હાઇસ્કુલો ખાતે ફોર્મ વિતરણની કામગીરી શરૂ કરવામાં આવશે જેમાં વિધાર્થી દ્વારા ધોરણ ૮ની ઓરીજીનલ નકલ જમા કરાવીને ફોર્મ મેળવી શકશે.