• Gujarati News
  • જિલ્લા કો‌ર્ટમાં દસ જજની બદલીના ઓ‌ર્ડ‌ર

જિલ્લા કો‌ર્ટમાં દસ જજની બદલીના ઓ‌ર્ડ‌ર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : જિલ્લા ન્યાયાલયમાં સેશન્સ અને એડિશનલ સેશન્સ જજ સહિ‌ત કુલ દસ જેટલાં જજ બદલીના ઓ‌ર્ડ‌ર થયા હતા. જ્યારે સુરતથી પાંચ જજ બદલી પામીને અન્યત્ર ગયા છે. પ્રિ. ડિસ્ટ્રીક્ટ જજ આઇ.સી. શાહની જગ્યાએ હિ‌મ્મતનગરના પ્રિ. ડિસ્ટ્રીક્ટ જજ બી.એન. કારિયાની નિમણૂક થઈ છે. કુલ ૬૩ જજોની બદલી થઈ હતી. જેમાં સુરતમાં ૧૦ નવા જજ આવ્યા હતા. એડિ. સેશન્સ જજ મંગેશ મેંગદેની જગ્યાએ ડી.એ.જોષી, બીજા એડિ. સેશન્સ જજ એ.આઇ.શેખની જગ્યાએ આર.કે.દેસાઈ, ત્રીજા એડિ. ડિસ્ટ્રીક્ટ જજની જગ્યાએ પી.એ.વાઘેલા, ચોથા એડિ. સેશન્સ જજ પી.સી.રાવલની જગ્યાએ એચ.એસ.મુલીયા સુરત આવ્યા છે. અમદાવાદના આર.ટી.વચાની પાંચમાં એડિશનલ સેશન્સ જજ તરીકે, મોડાસાના એસ.આઇ.ટીમ્બાલિયા છઠ્ઠા એડિ.સેશન્સ જજ તરીકે, નડિયાદના જે.પી.ગઢવી સાતમાં એડિ.સેશન્સ જજ તરીકે અમદાવાદના એ.એમ.પરમાર આઠમાં એડિ.સેશન્સ જજ તરીકે અને અમદાવાદાના જ એન.એમ.વ્યાસ નવમાં એડિશનલ સેશન્સ જજ તરીકે સુરતમાં બદલી પામ્યા છે.