• Gujarati News
  • કિશોરીએ કો‌ર્ટમાં કહ્યુ પિતા સાથે રહેવું નથી, મામાને ત્યાં રહીશ’

કિશોરીએ કો‌ર્ટમાં કહ્યુ પિતા સાથે રહેવું નથી, મામાને ત્યાં રહીશ’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત
દારૂ પીને પોતાની જ દિકરી સાથે મારઝૂડ કરતાં પિતાએ કો‌ર્ટમાં દિકરી સામે સર્ચ વોરન્ટની અરજી દાખલ કરી હતી. જો કે, કિશોરીનું નિવેદન અને બે એફિડેવિટના આધારે જયુડિશ્યલ મેજિસ્ટ્રેડ ફર્સ્ટકલાસ મંજૂદેવી શારદપ્રસાદ પાંડેએ અરજી રદ કરી દીધી હતી.
મળતી વિગતો અનુસાર સગરામપુરા સ્થિત ચોગાન શેરીમાં રહેતાં અરજદાર પ્રકાશ નટવરલાલ રાણાએ કો‌ર્ટમાં પોતાની ૧૭ વર્ષિ‌ય દિકરી નિશા માટે સર્ચ વોરન્ટ અરજી દાખલ કરી હતી. જેથી પોલીસે નિશાને કો‌ર્ટમાં રજૂ કરી હતી જ્યાં કો‌ર્ટ સમક્ષ પોતાના નિવેદનમાં નિશાએ કહ્યુ હતુ કે પિતા દારૂ પીને હંમેશા મારતા હતા અને તેમના ત્રાસથી કંટાળી તેમની સામે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ પણ કરી હતી. એક દિવસ પિતાએ મારઝૂડ કરીને મને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી આથી સ્વેચ્છાએ મામાને ઘરે રહેવા જતી રહી હતી. હાલ હું મામાના ઘરે રહેવા જતી રહી છું મારે પિતાના ઘરે રહેવા જવું નથી. દરમ્યાન કો‌ર્ટમાં ઉધના ખાતે રહેતા નિશાના મામા રોશન રાણા અને ઉમરવાડા ખાતે રહેતા નિશાના મંગેતર જયેશ
રાણાની એફિડેવિટ પણ રજૂ કરવામાં આવી હતી.
જેમાં નિશાની સગાઈ જયેશ સાથે થઈ હોવાની વિગત સામે આવી હતી. કો‌ર્ટે તમામ બાબતો ધ્યાનમાં રાખી પોતાના હુકમમાં અરજદારની અરજી રદ કરી હતી. કો‌ર્ટે ટાકંયુ હતુ કે નિશા હાલ ૧૮ વર્ષની થઈ નથી.
ઉલ્લેખનિય છે કે, સામાન્ય ક્રમમાં તે પિતા પાસે હોવી જોઈએ, નિશા ભલે ૧૮ વર્ષની નથી પરંતુ તેની માનસિકતા પરિપકવ જણાઈ છે. પિતા પર મારઝૂડનો આક્ષેપ કર્યો હોય તે સંજોગોમાં અરજદાર સાથે તે સુરક્ષિત નથી.