• Gujarati News
  • જાસૂસી મામલે પ્રિયંકાના મોદી પરના આક્ષેપો શાહે નકારી કાઢયા

જાસૂસી મામલે પ્રિયંકાના મોદી પરના આક્ષેપો શાહે નકારી કાઢયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી. વારાણસી
જાસૂસી કાંડ મામલે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર કોંગ્રેસના પ્રચાર દરમિયાન પ્રિયંકા વાડરાએ કરેલા નિવેદનોનો વળતો જવાબ આપતા મોદીના નીકટવર્તી અમિત શાહે કહ્યું હતું કે, જ્યુડિશિયલ કમિશન આ મામલે તપાસ કરી રહ્યું છે માટે લોકોએ તેના રિપો‌ર્ટની રાહ જોવી જોઈએ. અમિત શાહે આ વિવાદમાં ઊલટ તપાસની કોંગ્રેસની માંગણી ફગાવી દેતા કહ્યું હતું કે, આ કેસમાં પહેલાથી જ ન્યાયિક તપાસ ચાલતી હોવાથી નવી પૂછપરછ કમિટી બેસાડવાની કોઈ જરૂર નથી.
શાહે જણાવ્યું હતું કે, પ્રિયંકા વાડરા કંઈ પણ કહે તેનો કોઈ જ મતલબ નથી. આ કેસમાં તપાસ પેનલ પહેલાથી જ તપાસ કરી રહી છે માટે પેનલના રિપો‌ર્ટની રાહ જોવી જ પડે.’
ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પ્રિયંકા વાડરાએ રાયબરેલીમાં ચૂંટણીપ્રચાર અભિયાન વખતે નરેન્દ્ર મોદી પર નિશાન તાકીને કહ્યું હતું કે, જો તમે મહિ‌લાઓનું સશક્તીકરણ કરવા માંગો છો તો પછી શા માટે તેમની અંગત વાતો સાંભળો છો. મહિ‌લાવિરોધી આવાં ખોટાં કામ કરનારા નેતા જો રાજનીતિમાં હોય તો, તેમને પક્ષમાંથી તગેડી મૂકવા જોઈએ.