• Gujarati News
  • ટ્વિટર પર અપીલ બની ન્યુર્યોક પોલીસનો માથાનો દુખાવો

ટ્વિટર પર અપીલ બની ન્યુર્યોક પોલીસનો માથાનો દુખાવો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂર્યોક શહેરની પોલીસ આજકાલ મુસીબતમાં મુકાઈ ગઈ છે. તાજેતરમાં જ વિભાગ તરફથી ટ્વિટ કરીને લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોલીસ અધિકારીઓ સાથે પોતાનો ફોટો અપલોડ કરે. તેના પાછળ વિભાગનો ભલે ગમે તે ઉદ્દેશ્ય રહ્યો હોય, પરંતુ અપીલની અસર ઊંધી થઈ છે. લોકોએ પોલીસની નિર્દયતા, નિર્મમતા અને ક્રૂરતાના ફોટા અપલોડ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યાર બાદ ટ્વિટર પર જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ લખી દીધું કે અધિકારીઓ દ્વારા ક્રૂરતા આચરવાના આ ફોટો ફેસબુક પેજ પરથી લેવામાં આવ્યા છે. તેનાથી લોકોનો ગુસ્સો વધુ ભડકી ગયો. ત્યાં જ એક યુઝરે તુરંત જ ઓક્યુપાય વોલસ્ટ્રીટ પ્રદર્શન દરમિયાનનો ફોટો અપલોડ કરી દીધો, જેમાં પોલીસ અધિકારીઓ લોકો સાથે સંઘર્ષ કરી રહ્યા છે. તેનું કેપ્શન હતું, એક વખત લાકડી ખાઈને તમારા મગજને ફ્રેશ કરો. એક અન્ય ફોટો છે, જેમાં વોકિંગ કરતાં વૃદ્ધ વ્યક્તની ધરપકડ કરવામાં આવી છે અને તેનું લોહી વહી રહ્યું છે. જોકે પોલીસવિભાગને કેટલાક એવા ફોટા પણ મળ્યા છે, જેમાં પોલીસ અધિકારીઓ સામાન્ય પ્રજા સાથે ફ્રેન્ડલી જોવા મળી રહી છે. આ બાબતોથી બચવા માટે વિભાગના પ્રવક્તા કિમ રોયસ્ટરે જણાવવું પડયું કે, અનસેન્સ‌ર્ડ‌ અને ઓપન ડાયલોગ શહેર માટે સારો છે.
ઇૂજ્ઞ્ૂચ્ખ્ર્‍ઞ્.ેગ્ક્