• Gujarati News
  • ઉત્રાણ ગામમાં ખોદકામના કારણે ધૂળની ડમરીઓથી રાહદારીઓ ત્રસ્ત

ઉત્રાણ ગામમાં ખોદકામના કારણે ધૂળની ડમરીઓથી રાહદારીઓ ત્રસ્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. કતારગામ
મોટાવરાછાની બાજુમાં આવેલા ઉત્રાણ ગામમાં શાળા પાસે દેવીકૃપા સોસાયટી પાસે પાલિકાએ ડ્રેનેજ લાઇન નાખવા માટે ખોદકામ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. જેને પગલે વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડવાની સમસ્યાથી રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વિસ્તારમાં ઠેર ઠેર ખોદકામ કરી દેવાતા ટુંકા રસ્તા પર વાહનચાલકોએ પોતાના વાહનો ચલાવવાની સમસ્યા સર્જા‍ય છે. જેના કારણે અમુક સમયે ટ્રાફિક સર્જા‍ય રહ્યો છે.