• Gujarati News
  • રાહુલ રાજ મોલમાંથી ઝડપાયેલો સટોડિયો ફરી એ જ વેપલામાં પડયો

રાહુલ રાજ મોલમાંથી ઝડપાયેલો સટોડિયો ફરી એ જ વેપલામાં પડયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : ક્રિકેટ પર સટ્ટો રમવાની જૂની આદતથી સુધરવાને બદલે રાહુલ રાજ મોલમાં કપડાની દુકાન ખોલી તેની આડમાં સટ્ટો સ્વીકારવાનું શરૂ કરનારા સટોડિયાને ઉમરા પોલીસે ઝડપી પાડયો હતો. આ સટોડિયાની સાથોસાથ તેની દુકાનમાં કામ કરતા કારીગર પણ સટ્ટાનું કામ કરવા લાગતાં તેની પણ ધરપકડ કરાઈ હતી.
આ બંને માલિક-નોકર ફોન પર સટ્ટો લેતા અને અન્ય બુકી પાસે સટ્ટો લખાવી કમિશન મેળવતા હતા. રાહુલ રાજ મોલમાં આવેલી સ્ટેટસ નામની દુકાન ભાડેથી ખોલી દિનેશકુમાર બદ્રીભાઈ કુમાવત ((રહે. નારાયણ ચેમ્બર, વિશ્રામનગર પાસે, વેડ રોડ)) નામનો યુવાન સટ્ટો સ્વીકારી રહ્યો હોવાની બાતમી મળી હતી. પોલીસે દરોડો પાડતા દિનેશકુમાર અને તેની દુકાનમાં કામ કરતો ગજાનંદ દીનકર બેલદર ((રહે. સુડા આવાસ, વેસુ)) ફોન પર સટ્ટો સ્વીકારી રહ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. તેમણે સટ્ટો સ્વીકારી અન્ય એક બુકીના નંબર પર લખાવી દેતા હોવાનું કબૂલ્યું હતું. રૂ. ૧૪,૦૦૦, પાંચ્ મોબાઇલ મળી કુલ રૂ. ૧૭,૯૪૦ની મતા કબજે લીધી હતી.