• Gujarati News
  • વરાછા કતારગામ વિસ્તાર પણ ૃચ્ ’સીસીટીવી કેમેરાઓથી સજ્જ

વરાછા-કતારગામ વિસ્તાર પણ ૃચ્/’સીસીટીવી કેમેરાઓથી સજ્જ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વરાછા / કતારગામ
વરાછા અને કતારગામમાં ટ્રાફિકની સમસ્યાનો ખૂબ ગંભીર પ્રશ્ન છે. સવાર સાંજ રત્નકલાકારોના પિક એન્ડ ડ્રોપ અવ‌ર્સમાં પણ અડધા કલાક સુધી ટ્રાફિકજામની પરિસ્થિતિનું સર્જન થઇ રહ્યું છે. દિવસભર પણ નાના મોટા અકસ્માતો ઠેર ઠેર જોવા મળે છે. ઉપરાંત નાના મોટા અકસ્માતોના બનાવો પણ સર્જા‍ઇ રહ્યા છે. આ ઉપરાંત સુરક્ષાને ધ્યાને લઈ વરાછા-કતારગામમાં અનેક સ્થળોએ સીસીટીવી ફિટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા એક મહિ‌નામાં વરાછા-કતારગામમાં વધારે ટ્રાફિક થતો હોય તેવા સ્થળો પર સીસીટીવી કેમેરા મુકવાની કામગીરી જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં વરાછામાં મેઇન રોડ પર બ્રિજ નીચે હીરાબાગમાં સીસીટીવી કેમેરા ફિટ કરાયા હતા. જેમાં યોગીચોક, હીરાબાગ, મિનીબજાર, વરાછા મેઇન રોડ, કાપોદ્રા, સરથાણા, ગજેરા સર્કલ, કતારગામ, માનસરોવર સર્કલ, અમરોલીનો સમાવેશ થાય છે.